Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કચ્છના અંજારમાં સાથે નોકરી કરતી યુવતી સાથે દોસ્તીના 'મીઠા સબંધો' બાંધી દુષ્કર્મ : ફેક આઇડી બનાવી યુવતીના અશ્લિલ ફોટા વીડીયો વાયરલ કરતાં ચક્ચાર

 (ભુજ) અંજારની વેલ્સ્પન કંપનીમાં સાથે નોકરી કરતાં બે પરપ્રાંતીય યુવક યુવતી વચ્ચે ચાલતી ૬ વર્ષની દોસ્તીનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. ૨૭ વર્ષીય યુવતીએ મૂળ ઉત્તરપ્રદેશના બાલુદિન જમાલુદિન અન્સારી વિરૂધ્ધ દુષ્કર્મ અને ફેક આઇડી દ્વારા અશ્લિલ ફોટા, વીડીયો ક્લિપ વાયરલ કરવાની ફરિયાદ નોધાવી છે. ૬ વર્ષની દોસ્તીમાં   યુવકે યુવતી સાથે 'મીઠા સબંધો' કેળવીને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું, તેમ જ માર પણ માર્યો હતો. તે ઉપરાંત યુવતીના અશ્લિલ ફોટા અને વીડીયો ઉતારી તે ફેક આઇડી સાથે વાયરલ કર્યા હતા. ભોગ બનનાર યુવતિની ફરિયાદના આધારે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:28 am IST)