Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા ૧૦ કેસો : વધુ ૧૩ દર્દીઓ સ્વસ્થ

મોરબી તા. ૧૩ : મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૦ કેસો નોંધાયા છે તો વધુ ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૬ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસો ગ્રામ્ય વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં જયારે માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૧૦ કેસો નોંધાયા છે. જયારે વધુ ૧૩ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે નવા ૧૦ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૩૮૩ થયો છે જેમાં ૧૪૯ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૧૦૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:12 am IST)