Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ટંકારા લજાઇ ચોકડી નજીક મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગયો

મોરબી તા. ૨૩ : મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં ટંકારાની લજાઈ ચોકડી પાસે મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.

ટંકારા નજીક આવેલ લજાઈ ચોકડી પાસેથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર પલટી મારી ગયો હતો ટ્રકમાં મગફળીનો જથ્થો ભરેલ હોય ટ્રક પલટી મારી જઈને રોડથી નીચે ખાબકયો હતો જે અકસ્માતમાં ટ્રકચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નથી.

(11:12 am IST)