Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જૂનાગઢવાસીઓને ૩૦મી સુધી રોપ-વેની ટિકિટમાં ડિસ્કાઉન્ટ

જુનાગઢ,તા.૧૩: ગિરનાર રોપવેના મહત્વકાંક્ષી પ્રોજેકટને સફળ બનાવવામાં જુનાગઢના નાગરિકોએ આપેલા અમૂલ્ય સહકાર તથા તહેવારોને કારણે રોપવેમાં મુસાફરી કરવા માટે સ્થાનિક લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકોએ જુનાગઢના નાગરિકો માટે ટિકિટના દરમાં અપાયેલા વિશેષ રાહતલંબાવીને ૩૦ નવેમ્બર કરવાની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ  ગિરનાર રોપવે ઉપર આવવા–જવાની રાઈડનો લાભ રૂ. ૫૦૦+જીએસટીના રાહત દરે લઈ શકશે. પાંચથી દસ વર્ષની ઉંમર ધરાવતાં બાળકો માટે આ દર રૂ. ૨૫૦+જીએસટી જેટલો રહેશે.

આ વિશેષ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢનુ સરનામુ ધરાવતુ આધાર કાર્ડ રજુ કરવાનુ રહેશે. પરિવાર કે ગ્રુપ સાથે પ્રવાસ કરતા દરેક સભ્યએ જૂનાગઢનું સરનામુ ધરાવતું આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનુ રહેશે.

ઉષા બ્રેકોના મેનેજીંગ ડિરેકટર  અપૂર્વ જાવર જણાવે છે કે રોપવે પ્રોજેકટના અમલીકરણ દરમ્યાન જૂનાગઢવાસીઓએ જે સહયોગ આપ્યો છે તેની કદર કરીએ છીએ.

(11:14 am IST)