Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કેશોદ ડ્રીપ સ્પ્રીકલર એસોસીએશન દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકને આવેદનપત્ર

GGRCમાં સતત બદલતા નિયમો, ખેડુતોને કરી રહ્યા છે બરબાદઃ ખેડુતોમાં રોષ

(કિશોરભાઈ દેવાણી દ્વરા) કેશોદ, તા.૧૩: સાંસદ રમેશભાઈ ધડુકને આપેલ આવેદન પત્રમાં જણાવવમાં આવેલછે કે ઞ્ઞ્ય્ઘ્માં સતત બદલતા નિયમો ખેડુતોને બરબાદ કરી રહેશછે. આ અંગે ખેડુતોમાં રોષ વ્યાપેલછે. વિશેષમાં આવેદનમાં જણાવેલછે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના ખેડુતોની આવક બમણી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે દેશના ખેડુતને લાચાર ન બનાવો, ખેતીક્ષેત્રનો વિકાસ થશે તો જ દેશની પ્રગતી થશે. પરંતુ ખેડુતો વિરુધ્ધની માનસિકતા ધરાવતા અધિકારીઓ-સત્તાધીશોના તઘલખી નિર્ણયોના કારણે જગતના તાત કહેવાતા ખેડુતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુદરતી વાતાવરણમાં સતત બદલાવો, પાકમાં રોગ, ખેત ઉત્પાદનમાં ભાવ ન મળવા તથા તઘલખી નિર્ણયોના કારણે ખેડુતો સતત બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે.

સરકાર દ્વારા પાણીની બચત થાય,ઓછી મહેનતમાં વધારે કામ થાય, ઉત્પાદન ખર્ચ ઘટે અને ખેડુતને આર્થિક ફાયદો થાય તેવા ઉતમ ઉદ્દેશ્ય સાથે જીજીઆરસીનો અમલ કરાવ્યો હતો.પરંતું કમનસીબી એ છે કે ખેડુત વિરોધી માનસિકતા ધરાવતા અને ખેત ઉત્પાદન ક્ષેત્રનું બીલકુલ જ્ઞાન ધરાવતા નથી તેવા અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને તઘલણી નિર્ણયો લઈ રહ્યા છે.

સુક્ષ્મ પિયત પધ્ધતિ ખેડુતો માટે અને પર્યાવરણ માટે ફાયદાકારક હોવા છતાં તેનો યોગ્ય અમલ કરાતો નથી.છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા અપાતી ગ્રાંટનો ઉપયોગ પણ કરાતો નથી.જેના કારણે ખેડુતોને સરકારની મહત્વપુર્ણ યોજનાનો લાભ મળતો નથી.ગ્રાંટ વપરાયા વગર પડી રહે છે અને ખેડુતો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે.આ તમામ બાબતોથી પરેશાન થયેલા ખેડુતોના ડ્રીપ સ્પ્રીકલર એસોસીએશન કેશોદ દ્વારા સાંસદ રમેશભાઈ ધડુક કેશોદમાં વિવિધ કાર્યક્રમોમાં આવેલ ત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીજીઆરસીના સતત બદલાતા નિયમો અને તેમના તદ્યલખી નિર્ણયોના કારણે રોષે ભરાયેલા કેશોદ વિસ્તારના ખેડુતો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શુન્ય આવ્યું છે.

સાંસદ રમેશભાઈ ધડુકને આવેદન આપી રૂબરૂ પણ રજુઆતો કરી ખેડુતોને આ અન્યાય દુર થાય તથા આ મહત્વપુર્ણ યોજનાનો લાભ યોગ્ય રીતે ખેડુતોને સત્વરે મળતો થાય તે માટે ખેડુતોના હિતની આ યોગ્ય માંગણી સરકારશ્રી સુધી પહોંચાડી યોગ્ય રજુઆત કરવા જણાવેલ છે.

(11:16 am IST)