Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઉપલેટામાં બે ચોરીના ભેદને ઉકેલી આરોપીને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

તહેવારના સમયે બહારના રાજયોમાંથી ગુજરાતમાં ચોરી કરવા આવી'તી

 રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય દ્વારા મિલકત સંબંધી શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને એલસીબી શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર એ.આર ગોહિલના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી અન ડિટેકટ ગુના સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ તથા નિલેશ ડાંગરનેે મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરના ઢાંકના રોડ પર આવેલ બે મકાનમાં કરેલ ઘરફોડ ચોરીનો વણશોધાયેલા ગુનો શોધી કાઢી   નવલસિંહ જુવાનસિંહ ભુરીયા ઉ.વ. ૪૫ રહે. નારવલી ગામ તા. કુકશી જી. ધાર (બાગ) હાલ હોલી પુરા સબ્જી માર્કેટ રાજનગર પોલીસ સ્ટેશન પાસે ઇન્દોર, મધ્યપ્રદેશ, બબલુ પ્યારસિંગ સફનીયા ઉ.વ. ૨૧ રહે. પૂરા ગામ, તા. બિંદા જી. ધાર મધ્યપ્રદેશને પકડી મોબાઇલ નંગ-૨, ચાંદીની ધાતુની માળા નંગ-૨ તથા પગના સાંકડા નંગ-૧, કાંડા ઘડિયાળ નંગ-૨, સિંહની મૂઠવાળી તલવાર નંગ-૧, પિત્ત્।ળની સુડી નંગ-૧, ચોરી માટેના ઓજાર ડિસમીસ નંગ-૧ તથા પાના નંગ-૧, રોકડ રકમ રૂપિયા ૮૪૬૦/- આમ કુલ રૂપિયા ૨૦,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરયો હતો.

એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ સંજય પરમાર, શકિતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશ સુવા, નારણ પંપાણિયા, નિલેશ ડાંગર, રહીમ દલ, કૌશિક જોશી, ભાવેશ મકવાણા સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી.

(11:19 am IST)