Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગરવાસીઓ દ્વારા પ્રશાસન વિભાગની વગર પરવાનગીએ અવકાશમાં મોટર રાઇડીંગ

સદ્નશીબે કોઇ ફલાઇટ ન હતી : નહિતર મોટી જાનહાનિ સર્જાત : કુતૂહલ સર્જાયું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ ટેકનોલોજી ક્ષેત્રે અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે હંમેશા તત્પર રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા ગઇકાલે મોડી સાંજે સુરેન્દ્રનગર હેલિપેડના ગ્રાઉન્ડ એથી આકાશમાં મોટર રાઈડીગ કરવામાં આવ્યું હતું ત્યારે સામાન્ય રીતે રાજસ્થાન માં અને બહારના રાજયોમાં અવકાશમાં મોટર રાઇડીગ કરતા લોકો નજરે પડે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાંથી અવકાશમાં મોટર રાઈડીગ કરતા લોકો નજરે પડ્યા હતા.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પતરાવાળી અને આજુબાજુની બજારોમાંથી અવકાશમાં ઉડતી મોટર જોતા લોકોમાં કુતૂહલ વ્યાપી જવા પામ્યો હતો અને અવકાશમાં આવો કયો પદાર્થ ઊડી રહ્યો છે તે જાણવા માટે જિલ્લાવાસીઓ આ બાબતે તત્પર બન્યા હતા ત્યારે મોડી સાંજે સોશિયલ મીડિયા ઉપર આ બાબતના દ્રશ્ય વાયરલ હતા ત્યારબાદ જિલ્લાવાસીઓ ને આ બાબતની માહિતી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના હેલીપેડ ગ્રાઉન્ડથી જિલ્લાવાસીઓ દ્વારા મોટર રાઈડીગ અવકાશમાં કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગની પરમીશન વગર આ મોટર રાઈડિંગ આકાશમાં કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.ત્યારે સાંજ ના સમયે અવકાશમાં એક કલાક થી વધુ સમય વગર પરમીશનએ આકાશમાં કાર રાઈડિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ એક્રાફટ અથવા કોઈ અવકાશી વાહન આ રાઈડિંગ કાર આકાશમાં રાઈડ કરી રહી હતી તે સમયે અથડાયું નહિ નહિતર અનેક લોકોની જિંદગી જોખમમાં મૂકી શકેત આ અવકાશમાં ઉડી રહેલી એર રાઈડિંગ કાર.

જિલ્લા પ્રસાસન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આવુ કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓ માંગ કરી રહ્યા છે.ત્યારે એક તરફ જિલ્લામાં એવી પણ ચર્ચા ચર્ચાઈ રહી છે કે આ અવકાશમાં કાર રાઈડિંગ કરનાર જિલ્લા પ્રસાસન વિભાગના સભ્યો હોવાની ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે.

(11:23 am IST)