Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભાણવડમાં રૂ. ર.૬૦ લાખની ચીલઝડપ અંગે સીસી ટીવીની મદદથી પોલીસ તપાસ

જયાં બનાવ બન્યો ત્યાં સીસી ટીવી નથી!

ખંભાળીયા તા. ૧૩ :.. ભાણવડ ગામે ગઇકાલે બપોરે એકાદ વાગ્યે તાલુકાના સણખળા ગામે રહેતા રણમલભાઇ હરદાસભાઇ ગોજીયા ઉ.૬પ વાળા થેલીમાં બે લાખ સાંઇડ હજાર રૂપિયા લઇને બેંકમાંથી  નીકળેલા અને ભાણવડ રણગીયા શીશુ મંદિર સામે પાણીના અવેડા પાસે એક વ્યકિત તેની બાજુમાં આવી તેના પર કોઇ પદાર્થ ઉડાડતા રણમલભાઇ અવેડા પાસે કપડા સાફ કરવા ઉભતા જ તેમની થેલી કે જેમાં ર.૬૦ લાખ રોકડા તથા બેંક ઓફ બરોડાની પાસબુક, ચેકબુક, તથા ચૂંટણી કાર્ડ તથા ગ્રામીણ બેંકની પાસબુક હતી તે થેલી અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયેલો.

બનાવની જાણ થતાં પો. સ. ઇ. જયદીપસિંહ સોલંકી દ્વારા તુરત જ નાકાબંધી કરાયેલ પણ જે જગ્યાએ ઘટના બની ત્યાં સીસી ટીવી. ના હોય અન્ય વિસ્તારોમાં રહેલા સીસી ટીવી પરથી શકમંદોના ફોટા લઇને તેમની પુછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

જો કે પોલીસને આ પ્રકરણમાં ઇરાની ગેંગ જેવી ધંધાદારી ગેંગનું કૃત્ય હોવાનું માની રહી છે.સીસી ટીવી ઘટના સ્થળ નજીકના હોય વિશેષ સફળતા મળી નથી રહી પણ ઘનીષ્ઠ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

(11:23 am IST)