Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મૂળીના વગડીયા પાસે અજાણી ફોરવ્હીલે બાઇકને ઉલાળતા ધારાડુંગળીના મુકેશનું મોત

રાજકોટ તા. ૧૩: મુળી તાલુકાના વગડીયા ગામ પાસે અજાણી ફોરવ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા ધારાડુંગળી ગામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સાયલા તાલુકાના ધારાડુંગળી ગામમાં રહેતો મુકેશે જેરામભાઇ બોહકીયા (ઉ.વ. ૧૮) ગઇકાલે પોતાનું મોટર સાયકલ લઇને ધારાડુંગળીથી વગડીયા જતો હતો ત્યારે વગડીયા ગામ પાસે કોઇ અજાણી ફોરવ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા મુકેશ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે પ્રથમ થાન સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેસા અને રાઇટર કિશોરભાઇએ કાર્યવાહી કરી હતી.

(11:24 am IST)