Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રામ- રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને નવા કપડાંની ભેટ

ચોટીલામાં દોઢ દાયકાથી સેવાની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ કરતી રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત નિમિત્તે માત્ર સેવા અભિયાન હેઠળ લોકોના જન્મ દિવસ કે મૃત્યુ તિથિ નિમિતે ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કે નાસ્તો કરાવવાનો સેવા યજ્ઞ છેલ્લા સવા વર્ષ થી ચાલુ છે. જે અંતર્ગત અલગ અલગ તહેવારની ઉજવણી પણ બાળકોને ભોજન નાસ્તો આપીને કરવામાં આવે છે. જેમાં અંદાજે ૨૫૦ બાળકોને દર રવિવારે ફ્રુટ, પૌવાબટેકા, ભેળ, પાંઉભાજી, દાબેલી, સેન્ડવીચ, ઢોકળા, ખમણ, ગુંદી ગાંઠિયા, ભજીયા, ચના મસાલા, દાળ પકવાન, ભૂંગળા બટેકા, પાણી પુરી, પુલાવ, પુરીશાક, શિખંડ, કેરીનો રસ, સુકીભાજી, ખીર પુરી, દહીં વડા, મન્ચુરિયન, બિસ્કિટ, થેપલાં અને પંજાબી ભોજન સહિતના જમણવાર કરવામાં આવે છે.

આ યુવાઓ એ ૧ જાન્યુઆરીએ નવા વર્ષ ૨૦૨૦ની ઉજવણી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને રેસ્ટોરન્ટમાં પંજાબી ભોજન જમાડી કરી હતી. આ વર્ષે કોરોના વાઇરસ ના કારણે સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ નાજુક છે તે ધ્યાનમાં રાખી ચોટીલામાં કુંભારા પાસે રહેતા સલાટ પરિવારો કે જેમનો મુખ્ય વ્યવસાય લોકોના ઘરે ઘરે ફરી બાળકોના નાક કાન વીંધવા અને નાકની નથ, કાનની બુટ્ટી તથા ઇમિટેશનની ચીઝ વસ્તુ વેચવાનો છે. આ લોકોના વેપાર ધંધા કોરોના મહામારીના કારણે મંદા પડયા હોય, બાળકોને નવા કપડાં લઈ દેવા સક્ષમ ના હોઈ તે વાત ને ધ્યાનમાં લઈને તે વસાહતના અંદાજે ૫૦ બાળકો ને દિવાળીની ભેટ સ્વરૂપે નવા કપડાં આપવાનો નાનકડો પ્રયાસ રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. જેના મુખ્ય દાતા થાનગઢ રહેતા સંજયભાઈ લુંભાણી તથા તેમના મિત્રો મયુરભાઈ દેશાણી, ગેલાભાઈ કુમખણીયા, હિરેનભાઈ દેશાણી હતા. નિરાલીબેન ચૌહાણ, પાયલબેન મોરી, જયોતિબેન સીતાપરા, ગીતાબેન વાઘેલા, મોહસીનખાન પઠાણ, વિજયભાઇ ચાવડા, ફેઝલભાઇ વાળા, વિરમભાઇ ડાંગર, રવિભાઇ ચાવડા, અરમાનખાન પઠાણ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:25 am IST)