Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

નલીયા-વલસાડ-૧૩, અમરેલી-૧૪.૪, રાજકોટ-૧પ.૭ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો જામતો માહોલઃ ડબલ ઋતુનો અનુભવ

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચછમાં સર્વત્ર મિશ્ર ઋતુના માહોલ સાથે હવે ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં અને સુરતના વલસાડમાં ૧૩ ડીગ્રી રહ્યુ હતુ જયારે અમરેલીમાં ૧૪.૪ ડીગ્રી, રાજકોટમાં ૧પ.૭ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો ધીમે ધીમે અસ્સલ મિજાજમાં આવી રહ્યો છે. કાલે પણ પારો ઘટતા લોકો ઠંડીમાં ધ્રુજી ગયા હતાં દિવાળીના તહેવારમાં તાપમાન વધુ ગગડે તેવા અણસાર મળી રહ્યા છે.

શિયાળો ધીમે ધીમે તપતો હોય તેમ છેલ્લા  બે-ત્રણ દિવસમાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોનું તાપમાન નીચે સરકી રહયું છે. આજે પણ પારો બે ડીગ્રી સુધી ગગડી જતા વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું હતું. સવારમાં કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાપણા શરૂ કરી દીધા છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં આજે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧પ.૪ ડીગ્રી રહયા બાદ આજે પણ એટલુ લઘુતમ તાપમાન રહેતા સમગ્ર સોરઠ વિસ્તારમાં તીવ્ર ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. આજે ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬પ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૪ કી.મી. ની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર  લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૮ ડીગ્રી

ડીસા

૧૬.પ ડીગ્રી

વડોદરા

૧પ.૪ ડીગ્રી

સુરત

૧૯.ર ડીગ્રી

રાજકોટ

૧પ.૭ ડીગ્રી

જુનાગઢ

૧પ.૬ ડીગ્રી

કેશોદ

૧૪.૪ ડીગ્રી

ભાવનગર

૧૭.૦ ડીગ્રી

પોરબંદર

૧૭.૮ ડીગ્રી

વેરાવળ

ર૦.૦ ડીગ્રી

દ્વારકા

ર૦.૪ ડીગ્રી

ઓખા

ર૪.પ ડીગ્રી

ભુજ

૧૭.૧ ડીગ્રી

નલીયા

૧૩.૦ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૮.૦ ડીગ્રી

ન્યુ કંડલા

૧૮.૬ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.૬ ડીગ્રી

અમરેલી

૧૪.૪ ડીગ્રી

ગાંધીનગર

૧૬.૦ ડીગ્રી

મહુવા

૧પ.૭ ડીગ્રી

દિવ

૧૬.૦ ડીગ્રી

વલસાડ

૧૩.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.૦ ડીગ્રી

(12:35 pm IST)