Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જેતલસર જંકશનમાં ખેતરમાં પ્રદુષિત પાણી છોડતા ખેડૂતોની રજૂઆત

(કુલદિપ જોષી દ્વારા) જેતલસર,તા.૧૩ :  અવાર નવાર રજૂઆતો કરવા છતાં જો કોઈ અધિકારી તપાસ માટે આવતા ન હોઈ તો કારખાનેદાર સાથે અધિકારી ઓ મળેલા હોવા જોઈએ. અને કોઇ પણ અધિકારીને જાણ કરીએ તો તે વેસ્ટર્ન ઓવર્સીસ કારખાને થી જ પાછા નીકળી જાય છે. ખેડૂતોના પ્રશ્ન માટે જરા પણ રસ નથી લેતા. તો તેનો મતલબ શુ સમજવો?

જેતલસર ગામ ના ખેડૂતો એ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી) જેતપુર નો ફરી સંપર્ક સાધતા પ્રદુષણ બોર્ડ ના અધિકારી સોલંકી જેતલસરગામના ગીરીશ ભાઈ ભુવાના ખેતર પર આવી અને પીવાનાં પાણીમાંથી સેમ્પલિંગનું પાણીનું કેન ભરી ચાલ્યા ગયા હતા.

 જેતલસર ગામના ખેડૂતો નું કહેવું છે કે હાલ ગત ચોમાસાની મોલાદ માં અતિવૃષ્ટિને કારણે કોઈ ઉપજ ખેડૂતોના હાથમાં આવી નથી. અને કુદરતે શિયાળુ પાકનું વાવેતર કરવા વરસાદી પાણી આપ્યું તો આવા કારખાનેદારને હિસાબે દાર તેમજ કુવામાં પાણીના તળ એકદમ ખરાબ પાણી થી તરબોળ થઈ ગયા છે.જયારે દાર કે કુવા માંથી પાણી વાવેતર માટે કાઢી એ તો પ્રદુષિત પાણી જ આવતું હોય.ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 ગામ ના ખેડૂતો નું કહેવું છે કે આ કારખાનાના પાણીને હિસાબે વાડીએ રાખેલ પશુ ઓ પણ આ પાણી પીને મૃત્યુ પામે છે.હાલ એક ખેડૂતની ભેંસ આ પાણી પીવા થી મૃત્યુ પામી છે.તેમજ કારખાના માંથી નીકળતા પ્રદુષિત ધુવાળા ઓ પણ ખેડૂતોને ખેતરમાં કામ ન કરી શકે એવી પરિસ્થિતિ ઉભી કરી દે છે.

 જેતલસર ગામના ખેડૂતોના આ જટિલ પ્રશ્નને હલ કરવામાં નહીં આવેતો જેતલસરગામના ખેડૂતો આકરા આંદોલન પર આવશે. તેવું ગામના ખેડૂત ભાઈઓ માં ચર્ચાઈ રહ્યું છે.

(12:36 pm IST)