Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જામનગરના શાપર ગામે માનસિક બીમારીથી કંટાળી જઇ યુવતિનો કૂવામાં પડીને આપઘાત

જામનગર, તા.૧૩: શાપર ગામે રહેતા ગોવિંદભાઈ કારણાભાઈ બાંભવા, ઉ.વ.પ૦ એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સાપર ગામે સરકારી મંડળની પાછળ ખુલ્લા કુવામાં સવિતાબેન ગોવિંદભાઈ બાંભવાને છેલ્લા સાતેક વર્ષથી માનસીક બિમારી હોય જેની સારવાર ચાલુ હોય કુવામાં પડી જઇ આપઘાત કરી લીધેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી ફોનમાં ધમકી આપ્યાની રાવ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ ભગવાનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ધાણાદાળ કંપનીની પાછળ વાડીશાળા નં.૧ ની બાજુમાં ધ્રોલમાં હેમંતભાઈ ગેલજીભાઈ ચાવડા, રે. ધ્રોલવાળાને ફરીયાદી વિજયભાઈના બહેન સાથે અગાઉ મિત્રતા હોય અને ફરીયાદી વિજયભાઈના બહેનના લગ્ન થઈ જતા સાસરે જતા રહેલ હોય જે મન દુઃખ રાખી આરોપી હેમંત ચાવડાએ ગાળો તથા મોબાઈલ ફોનમાં ધમકી આપી ફરીયાદી વિજયભાઈને હેરાન કરતો હોય જે બાબતે ફરીયાદી વિજયભાઈએ અગાઉ પણ ફરીયાદ કરેલ હોય જેનો ખાર આરોપી હેમંતે રાખી ફોનમાં ગાળો બોલી ધમકી આપતા ગુનો કરેલ છે.

છરી વડે હુમલો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ અરશીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, હિંમતનગર, રામ મંદિર વાળી ગલીમાં આરોપી કમલેશ મારૂ,  એ ફરીયાદી વિજયભાઈને ઉશ્કેરાઈ જઈ માથાના ભાગે તથા ડાબા હાથમાં છરી તથા લોઢી વડે માર મારી ઈજા કરી ગુનો કરેલ છે.

યુવાનને હડફેટે લેતા મોત

મેઘપર પોલીસ સ્ટેશનમાં ભીમદેવસિંહ દિલુભા ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, ઉ.વ.ર૧ વાળા મોડપર પાટીયા પાસે વડવાળા હોટેલ સામે રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે આરોપી અજાણ્યો વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી રવિરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને હડફેટે લઈ પછાડી માથામાં ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

(12:36 pm IST)