Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ફટાકડા વેચાણ સામે ચેકીંગ

જૂનાગઢ તા. ૧૩ : ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એમ.ડી. બારીયા, પીઆઇ આર.બી.સોલંકી સી ડિવિઝન પીએસઆઇ કે.એસ.ડાંગર, ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ દરમિયાન ફટાકડા વહેંચતા વેપારીઓ નું ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિસાવદર, મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ જેવા શહેર તથા ટાઉનમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, વેપારીઓ તથા લોકોને માહિતગાર કરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા સુરક્ષિત રાખવા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન ફટાકડા દુકાનના ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢની જનતાને તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી કરવામાં આવેલ  છે.

(12:41 pm IST)