Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સરહદી ક્ષેત્રની સુરક્ષા મજબુત બને તે માટે કેન્દ્રની મોદી સરકાર એલર્ટઃઅમિતભાઈ શાહની ભુજમાં સુરક્ષા એજન્સીઓની સાથે હાઇલેવલ મિટીંગ

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૩:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાના કચ્છ પ્રવાસ દરમ્યાન સરહદી ધોરડો ગામે કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ મોડી સાંજે ભુજ મધ્યે સુરક્ષા એજન્સીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. જોકે, આ હાઈલેવલ મિટિંગ વિશે સત્ત્।ાવાર કોઈ મીડીયા બ્રિફીંગ કરાયું નહોતું. પણ, ધોરડો મધ્યે અમિતભાઈએ પોતાના પ્રવચનમાં ભુજમાં યોજાનાર બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સરહદી ક્ષેત્રની સુરક્ષા મજબુત બને તે માટે કેન્દ્રની મોદી સરકાર એલર્ટ છે. સીમાવર્તી ક્ષેત્રમાં ફરજ બજાવતી વિવિધ એજન્સીઓને માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઉભી કરવા રાજય અને કેન્દ્ર સરકાર સાથે મળી કાર્ય કરી રહી છે. ત્યારે કચ્છ સરહદે ફરજ બજાવી બીએસએફને સીમાવર્તી ગામોમાં જરૂરી સુવિધા મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. બીએસએફ ઉપરાંત અન્ય સુરક્ષા દળોને પણ કોઈ મુશ્કેલી કે જરુરિયાત હોય તો એ સંદર્ભે ચર્ચા કરવા આ બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન બીએડીપી અંતર્ગત બીએસએ સુરક્ષા કેન્દ્રની સાથે રાજય સરકાર સાથે મળીને કામગીરી કરી રહી છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમા આ બેઠક યોજી છે. બેઠકમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બીએસએફ, પોલીસ સહીત અન્ય સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:44 pm IST)