Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલ વ્યાજખોરોની જામીન અરજી નામંજૂર કરતી ધોરાજી કોર્ટ

ધોરાજી : ધનતેરસના દિવસે સામાન્ય રીતે ચોપડા પૂજન થાય અને પરંપરા પ્રમાણે શ્રી સવા એટલે કે સવાર ગણો નફો કરવો તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ જેતપુર પરામાં રહેતા નવનીત પ્રહલાદભાઈ ચલા એ કાયદાનો દુરૂપયોગ કરી અને અભણ અબુધ માણસોને વ્યાજે રૂપિયા ગેરકાયદેસર આપતા અને પોલીસ તપાસ દરમ્યાન તેમની પાસેથી કબજે થયેલ ડાયરીમાં શ્રી 5% લખેલું હતું..

  આ આખો બનાવ જોવામાં આવે તો પાટણવાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર  યશપાલસિંહ ભરત સિંહ રાણા પાસે ફરિયાદ આવતા તેમણે તપાસ શરૂ કરેલી અને આ તપાસ દરમિયાન ડિસ્કવરી પંચનામા અને અન્ય રીત ની તપાસ પણ થયેલી જે તપાસ દરમિયાન વ્યાજે નાણા મોટાપાયે નવનીત પ્રહલાદભાઈ ચલા સામાન્ય લોકોને આપતા હોય અને પોતાના બચાવ માટે કોરા સ્ટેમ પેપર કોરા ચેક લઈ લેતા હતા આ હકીકત ધ્યાને લેવાય અને તેમની ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પાટણવાવ  પોલીસે રિમાન્ડ મેળવેલા અને ધોરાજીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મોદી સાહેબે તેમના જામીન રદ્દ કરેલા હતા.
  આ જામીન રદ થયા બાદ મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે તેવી દલીલ સાથે નવનીતભાઈ પ્રહલાદભાઈ ચલા તરફથી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે રૂબરૂ જામીન અરજી કરેલી હતી આ જામીન અરજીમાં સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે અરજદાર ખૂબ ઊંચા વ્યાજના દરે નાણા ધીરધારનો ધંધો કરે છે આપેલી રકમથી ત્રણ ગણી રકમ વસૂલ કરે છે અને કોઈને દવાખાના કે તેવી મજબૂરી ના સમયે તેમની પાસેથી રકમ આપી અને પ્રોમિસરી નોટ કોળી સહીવાળા ચેક કબૂલાતનામા ઓ લઇ લે છે અને પાછળથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 ની જોગવાઇ નો દુરુપયોગ કરે છે જેના કારણે લાચાર અને મજબૂર માણસોએ આત્મહત્યા કરવાના પ્રશ્નો વધી રહ્યા છે અને આરોપી નવનીતભાઈ ચલાની ઓફિસમાં જ થયેલા વ્યવહારનું સીસીટીવી ફૂટેજ તપાસ કરનાર અધિકારી રાણાએ કબજે કરેલ છે તો ઠીક એપરોજ થી તપાસ થઇ રહી છે લગભગ નવ્વાણું જેટલી વ્યક્તિઓને માસિક 5% ના હિસાબે વ્યાજે નાણાં આપેલ છે જે જોવામાં આવે તો વાર્ષિક ૬૦ ટકા જેટલો વ્યાજદર થાય અને ફરિયાદી કેતન ભુપતભાઈ આ તમામ સંજોગો જોતા આરોપી સામે prima facie ગુનો પુરવાર છે અને તેની જામીન અરજી રદ કરવી જોઈએ.

સામાન્ય રીતે સાત વર્ષ સુધીના ગુનામાં લોકો પોલીસ સ્ટેશન થી છૂટી જાય છે પરંતુ હાલના કિસ્સાને ખાસ કિસ્સો ગણાવી સરકારી વકીલ તરફથી જામીન રદ કરવા માટે દલીલો કરવામાં આવેલી હતી ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આ તમામ સંજોગોને ધ્યાને લઇ અને આરોપી નવનીત પ્રહલાદભાઈ ચલા ની ત્રણ જામીન અરજીઓ રદ કરી નાખેલ છે

(7:14 pm IST)