Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દ્વારકા મંદિરમાં દિવાળીના પર્વ પર દર્શનનો નવો સમય

કોરોનાની સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરાશે : ૧૬મી સુધી ભક્તો માટેના દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકા, તા. ૧૩ : દ્વારકાધીશ મંદિર દ્વારકામાં દીપોત્સવીના પર્વ દરમ્યાન દીપોત્સવી ઉત્સવ યોજાશે. જે માટે દીપાવલી તથા નૂતન વર્ષને ધ્યાને લઇ તા.૧૩ થી ૧૬ નવેમ્બર દરમ્યાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી દ્વારકા દ્વારા જાહેર કરાયો છે. કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે. તા ૧૪ના કાળી ચૌદસના અને દીપાવલીના દિવસે મંગલા આરતી સવારે ૫:૩૦, શ્રીજી દર્શન નિત્યક્રમ મુજબ,અનૌસર(મંદિર બંધ) બપોરે ૧:૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫:૦૦ કલાકે જ્યારે હાટડી દર્શન રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ સુધી અને ૯:૪૫ મંદિર બંધ થશે. તા-૧૫ રવિવારના નુતનવર્ષ અન્નકૂટ ઉત્સવના દિવસે મંગલા આરતી સવારે ૬:૦૦ કલાકે ,શ્રીજી દર્શન નિત્યક્રમ મુજબ,અનૌસર(મંદિર બંધ) બપોરે ૧:૦૦ કલાકે, અન્નકુટ દર્શન સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક સુધી અને રાત્રે ૯:૪૫ અનોસર (મંદિર બંધ)..

દીપોત્સવી ઉત્સવ સમયે યાત્રિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરવું ફરજીયાત. કોરોના મહામારી વચ્ચે યાત્રિકોની સુવિધા અને સુરક્ષામાં કરાયો છે વધારો ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

(8:23 pm IST)