Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સલાયા ડ્રગ્સ પ્રકરણમાં કાર અને બોટ જપ્ત કરીને પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ પાસે વધારે વિગતો કઢાવવા પૂછપરછ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૩ : સમગ્ર ગુજરાત તથા ભારતમાં ભારે ચકચાર જગાડનાર ખંભાળિયામાં આરાધનાધામ પાસેથી મુસ્લીમ મહારાષ્ટ્રીયન પાસેથી ૮૮ કરોડ તથા સલાયાની કારા બંધુઓ પાસેથી પકડાયેલ કુલ ૩૧પ કરોડ ઉપરાંત હેરોઇન તથા ડ્રગ્સના જથ્થાને પાકિસ્તાનથી લાવવામાં આવેલ તે બોટ તથા બે ખલાસીને દેવભૂમિ જિલ્લા પોલીસે પકડી પાડેલ છે તથા કઇ રીતે ટ્રાન્સપોર્ટમાં માલ આવ્યો તે ઝડપી લીધું છે.

સલીમ તથા અલીકારાએ પાકિસ્તાનમાંથી ડ્રગ્ઝનો મોટો જથ્થો લાવવાનો હોય ખંભાળીયાના સલાયામાં રહેતા સલીમ ઉંમર જશરાયા ઉ.પ૦ રહે. ડાડાની દરગાહ પાસે સલાયા તથા ઇરફાન ઉંમર જશરાયા બન્ને ભાઇઅઇોને બોલાવીને દ્વારકાના રૂપેણ બંદરેથી ફારૂકી નામની બોટ ખરીદી આ બન્ને ભાઇઓને રૂપેણથી કચ્છના જખૌમાં માછીમરીના નામે મંજુરી લઇને દશેક દિવસ પહેલા ગયેલા જયા માલની ડિલીવરીમાં વિલંબ જતા જખૌથી ફરી દરિયામાં જવાની પરમીટ મેળવીને આ ફીશીંગ બોટમાં પાકિસ્તાનની જળસીમામાં જઇને ત્યાંના લોકો પાસેથી ૭/૧૧/ર૧ ના રોજ ડીલવરી મેળવીને આ ૬૩ કિલો માલ ફીશીંગ જાળની નીચે છુપાવીને ૮/૧૧/ર૧ના રાત્રે સલાયા આવીને વહેલી સવારે ત્રણ વાગ્યે તરતી હતી ત્યારે આ બોટમાં માલ ઘુસાડી લઇને સલીમ તથા અલીને સોંપી દીધો હતો જેમાંથી ૧૭ કિલો મુંબઇના સૈજાદ સિકંદરને અપાયો હતો જે મુંબઇ લઇ જવાનો હતો.

ગઇકાલથી સમગ્ર મામલાની તપાસ એસ.ઓ.જી.માં નવા નિમાયેલા પો.ઇ.જે. એમ. પટેલે સંભાળીને એસ.પી.સુનીલ જોશી તથા ડી.આઇ.જી.શ્રી સંદીપ સિંધના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરીને સલીમ તથા અલીની આકરી પુછપરછ કરતા આ બન્નેએ જશરાયા ભાઇઓ અને બોટની મદદથી પાકિસ્તાનથી માલ લાવ્યાનું કહેતા પો.ઇ.પટેલ તથા સ્ટાફે બન્ને જશરાયા ભાઇઓની ધરપકડ કરી છે તથા આજે સાંજે આ બન્નેને પણ રીમાન્ડ માટે રજુ કરાશે.કેટલો જથ્થો કયાંથી કોને આપ્યો એફએ મુદે રીમાન્ડ મંગાશે.

આ પ્રકરણમાં સલાયાના સલીમ કારાએ માલની ડિલીવરી માટે નેનો ટાટા કારનો ઉપયોગ કર્યો હતો તથા મુંબઇનો સૈજાદ સિકંદર કિયા કાર લઇને માલ લેવા આવેલો હોય પોલીસે ૮,પ૦,૦૦૦ ની કિંમતની આ બન્ને કાર તથા રૂ. બે લાખની બોટ કબજે કરીને પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા આ બનાવમાં હાલ રીમાન્ડ પર રહેલા ત્રણેય આરોપીઓ સૈજાદ સિંકદર, સલીમ યાકુબ કારા, અલી યાકુબ કારાની પુછપછ કરીને વિશેષ વિગતો કઢાવવા જહેમત ઉઠવાી રહેલ છે.

જિલ્લા પોલીસ વડા શ્રી સુનીલ જોશી પણ સમગ્ર પ્રકરણમાં રાજય પોલીસ વડાશ્રી આશીષ ભાટીયા તથા ડી.આઇ.જી. સંદીપસિંઘના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવી રહેલ છે.

(1:36 pm IST)