Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગાંધીધામ માં કસ્ટમ કર્મીના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ

ભુજઃ વોકિંગમાં નીકળેલા કંડલા કસ્ટમના કર્મીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપના બનાવ સાથે જ ગાંધીધામમાં ચેઇન અને ફોન સ્નેચિંગ કરતી સમડીઓએ લોકોમાં ફફડાટ સજર્યો છે. કસ્ટમ કર્મચારી અજય અનિરુદ્ઘ શાહ ગાંધીધામના ઓમ સીને પ્લેક્ષ વિસ્તારમાં રાત્રે વોકિંગ માં નીકળ્યા હતા ત્યારે અજાણ્યો બાઈક ચાલક તેમનો મોબાઈલ છીનવી નાસી છૂટયો હતા. રાત્રે તેઓ બાઈક નંબર જોઈ શકયા નહોતા. ૧૫ હજારના મોબાઈલ ફોનની ચીલઝડપના બનાવની નોંધ. કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:52 am IST)