Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણી-લાઈટના પ્રશ્નોથી રહીશો પરેશાન.

સ્થાનિકોની રોજીંદી સમસ્યાઓ અંગે જીલ્લા કલેકટરને રજૂઆત.

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેવાસીઓને રોજીંદી પડતી મુશ્કેલીઓ અંગે કોંગ્રેસ અગ્રણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે
કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવ્યું નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટ છે તે બંધ હાલતમાં છે અહીં એક વોકળો આવેલ છે જેમાં ભારે ગંદકી જોવા મળે છે જેથી માખી અને મચ્છરનો ત્રાસ વધતા લોકો માંદગીમાં પટકાય છે જેથી રહેવાસીઓની મુશ્કેલી દુર થાય, વોકળાની સફાઈ કરવા યોગ્ય કરવા માંગ કરી છે.
ઉપરાંત બાયપાસથી આવાસ જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયંકર અંધકાર જોવા મળે છે જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને રસ્તા પર દારૂડિયાઓ મહેફિલ જમાવે છે રસ્તો કાચો અને ઉબડખાબડ હોય જેથી સિમેન્ટ રોડ બનાવવો જરૂરી છે જેથી આવાસ યોજનાના રહીશોની મુશ્કેલીને ધ્યાને લઈને તાત્કાલિક પ્રશ્નોના નિકાલ કરાય તેવી માંગ કરી છે.

(11:04 am IST)