Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કાલે તુલસી વિવાહ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાકોરજી-તુલસીજીના લગ્નો યોજાશે

દેવદિવાળી પર્વ ઉંજવવા લોકોમાં ઉંત્સાહ : અનેક જગ્યાએ આયોજનો

રાજકોટ,તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે તુલસીવિવાહ ઉંત્સવની ઉંજવણી કરવામાં આવશે. દેવદિવાળી પર્વ ઉંજવવા લોકોમાં ઉંત્સાહ છવાયો છે.
કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ દેવપ્રબોધિની એકાદશી અને દેવઉંઠી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી ૧૪ નવેમ્બર, રવિવારના રોજ રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે. તે પછી દેવ પ્રબોધિની એટલે કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ જાગે છે. ભગવાનના જાગી જવાથી સૃષ્ટિમાં તમામ શક્તિઓનો સંચાર થવા લાગે છે. દેવઉંઠી એકાદશીએ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે તુલસી પૂજા કરવાનું પણ વિધાન છે.
શેરડીનો માંડવો સજશે...સિઝનલ ફળનો ભોગ ધરાવાશે
દેવઉંઠી એકાદશીએ દ્યર અને મંદિરમાં શેરડીનો મંડપ સજાવીને તેની નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા વિરાજમાન કરી મંત્રો દ્વારા ભગવાન વિષ્ણુને જગાડવામાં આવશે અને પૂજા-અર્ચના કરવામાં આવશે. પૂજામાં ભાજી સહિત શિંગોડા, આંબળા, બોર, મૂળો, સીતાફળ, જામફળ અને અને સિઝનલ ફળ ચઢાવવામાં આવશે. પં. મિશ્રાના જણાવ્યા પ્રમાણે જલ્દી લગ્ન અને સુખી લગ્નજીવનની કામના સાથે આ પૂજા કુંવારા યુવક-યુવતીઓએ પણ ખાસ કરવી જોઇએ. આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે
તુલસીની ખાસિયત
વનસ્પતિ શાસ્ત્રીઓ પ્રમાણે તુલસી નેચરલ એર પ્યૂરિફાયર છે. તે લગભગ ૧૨ કલાક ઓક્સિજન છોડે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને દ્યટાડે છે. તેમાં યૂઝેનોલ કાર્બનિક યોગિક હોય છે જે મચ્છર, માખી અને કીડા ભગાડવામાં મદદ કરે છે.
તુલસી-શાલિગ્રામ લગ્નની પરંપરા
આ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે. દેવ જાગવાની સાથે જ ચાતુર્માસ પૂર્ણ થઇ જશે અને લગ્ન સહિત અન્ય માંગલિક કામ શરૂ થઇ જશે
કન્યાદાનનું પુણ્ય
જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાહ કરીને પ્રા કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.
ફલ્લા
(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા : જોડીયા તાલુકાના નેશડા ગામનાં રહીશ રામજીભાઇ મુરૂભાઇ ડાંગરનાં નિવાસસ્થાને તા. ૧૪/૧૧/૨૧ને રવિવારના રોજ તુલસીવિવાહનો કાર્યક્રમ રાખેલ છે. ગામનાં પ્રવિણભાઇ સોલંકી ભગવાનની જાન લઇને આવશે. સમસ્ત ગ્રામજનોને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ તુલસીવિવાહનાં કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ વિનંતી કરેલ છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેરના ચોરડી દરવાજા ખાતે આવેલ ભૂરા બાવાના ચોરે પ્રતિ વર્ષ મુજબ તુલસી વિવાહનું આયોજન તારીખ ૧૫ સોમવારના કરાયું છે, મંડપ રોપણ તારીખ ૧૪ રવિવાર સવારે ૯:૦૦ થશે, તારીખ ૧૫ના જાન આગમન, તુલસી પૂજન, તુલસી વિવાહ તેમજ જાન વિદાય સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉંજવાશે તો આ તકે સર્વેને દર્શને આવવા મહંત બાલકૃષ્ણ રામાવત ની યાદીમાં જણાવાયું છે.

 

 

(11:17 am IST)