Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રૂપિયાની ઉંઘરાણીમાં ધમકી અપાતા મોરબીના બળવંતભાઇએ ઝેરી દવા પીધી : ૫ સામે ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબીમાં એક વ્યક્તિને જામીન તરીકે રાખી વ્યાજે રૂપિયા આપી તેની ઉંધરાણી મામલે ધમકીઓ આપીને જ્ઞાતિ વિરુદ્ધ હડધૂત કરી ત્રાસ આપતા તે વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હોવાનની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ બળવંતભાઈ શેખવા (ઉં.૨૫) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મેહુલભાઈ સો ઓરડી વાળાએ ફરિયાદી જીતેન્દ્રભાઈના પિતા બળવંતભાઈને જામીન તરીકે રાખી બીજા માણસોને વ્યાજે રૂપિયા આપી તે લોકો રૂપિયા આપતા ન હોય તેની ઉંધરાણી બળવંતભાઈ શેખવા પાસે કરતા હોય જે પૈસા બળવંતભાઈ શેખવાએ આપેલ હોય તે પૈસા પાછા માગતા પૈસા નહિ આપી અવારનવાર ધાકધમકી આપતા હોય આરોપી ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઈ તથા કેશુભાઈ ખાખરાળા વાળાએ બલવંતભાઈએ આપેલ પૈસા પરત માગતા મારવા દોડતા હોય તેમજ આરોપી સંદીપભાઈ પટેલ વિનસલ કારખાના વાળાએ વિડીયોમાં બળવંતભાઈને જાહેરમાં જ્ઞાતિ વિરૂદ્ધ હડધૂત કરેલ હોય અને તમામ પાંચ આરોપીઓના કારણે કંટાળી બળવંતભાઈ શેખવાએ મજબૂરીમાં ઝેરી દવા પી લીધી હોવાની ફરિયાદ નોંધાવી  છે.
મોરબી બી ડીવીઝન પોલીસે આઈપીસી ૫૦૪,૫૦૬, એસ્ટ્રોસીટી એક્ટ અને ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતે અધિનિયમ ૨૦૧૧ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ડીવાયએસપી હર્ષ ઉંપાધ્યાય ચલાવી રહ્યા છે.

 

(11:32 am IST)