Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જુનાગઢમાં દેશી દારૂ બનાવવાનું મીની કારખાનું પકડાયું: ધંધાર્થી છું

દારૂ-આથો તેમજ ગેસનાં બાટલા કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જુનાગઢમાં પોલીસે દેશી દારૂ બનાવવાનું મીની કારખાનું પકડી પાડી દારૂ-આથો તેમજ ગેસનાં બાટલા કબ્જે કર્યા હતા.
જુનાગઢમાં ધરારનગરમાં આવેલ કબુતરી ખાણમાં ફોરેસ્ટની દિવાલ પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. ભાટીનાં માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ કરશનભાઇ વગેરેએ દરોડો પાડયો હતો.
પોલીસે આ કાર્યવાહીમાં મોટાપાયે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડી ૪૦૦ લીટર ગરમ આથો, ગેસનાં બાટલા, ૪ર૦ઢ લીટર ઠંડો આથો, તેમજ મોટા જથ્થામાં દેશી દારૂ સહિતનો રૂા. ર૪,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી દરમ્યાન દારૂની ભઠ્ઠી ચલાવનાર ધરારનગરનો હિરેન બાબુ ભાસ્કર હાજર મળી આવ્યો નહતો. વિશેષ તપાસ અને ડીવીઝનનાં પી.એસ.આઇ. એ. કે. પરમાર ચલાવી રહ્યા છે.

 

(11:33 am IST)