Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ખંભાળીયા પાસે પિસ્તોલ સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

ખંભાળીયા, તા., ૧૩: ગઇકાલે સબ ઇન્સ. પી.સી.શીંગરખીયાની સાથે એસઓજીના એએસઆઇ અશોકભાઇ રાણાભાઇ સવાણી પોલીસ હેડ કોન્સ. નિલેશભાઇ હાજાભાઇ કારેણા ચતા ડ્રા. પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ બાબાભાઇ ડાંગર દ્વારકા વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ રાઉંન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. નિલેશભાઇ કારેણા તથા એએસઆઇ અશોકભાઇ સવાણીને હકીકત મળેલ હોય કે લીંબડી ચોકડી પાસે બલદેવ હોટલ સામે ઉંભેલ એક હિન્દી ભાષી ઇસમ પાસે હથીયાર અને કાર્ટીસ છે. વિગેરે આધારે કાયદેસરની કાર્યવાહી કરી રાજેશભાઇ રમેશભાઇ રામ ધીરજભાઇ ગુા બનીયા (ઉં.વ.ર૭) ધંધો સિકયુરીટી ગાર્ડ રહે. મુળ ૧૭૧ ગહમર ગામે વોર્ડ નં.૧૯, સંભલ રાઇ વિસ્તાર જી.ગાજીપુર ઉંતર પ્રદેશ હાલ રહે. ગુલમહોર રોડ જુહુ મુંબઇવાળાના કબજામાંથી ઓટોમેટીક પિસ્તોલ (અગિન્શાસ્ત્ર) કિ. રૂા. ૩પ૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૩ કિ. રૂા. ૬૦૦ ના મળી આવતા મજકુર ઇસમે આર્મ્સ એકટ કલમ રપ (૧-બી) (એ) મુજબ ગુન્હો કરેલ હોય જેથી અટક કરી તપાસ સંભાળેલ છે.
ઉંપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસઓજીના પોલીસ ઇન્સપેકટર જે.એમ.પટેલ, પોલીસ સબ ઇન્સપેકટર પી.સી.શીંગરખીયા તથા એએસઆઇ અશોકભાઇ આર.સવાણી તથા હરદેવસિંહ જાડેજા તેમજ પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ માડમ, નિલેશભાઇ કારેણા, કિશોરભાઇ બી.ડાંગર વિગેરે જોડાયેલ હતા.

 

(11:34 am IST)