Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ધોરાજીમાં રસીકરણની નબળી કામગીરી દેખાતા જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ ધોરાજી દોડી આવ્યા

ધોરાજીમાં સૌથી ઓછું મુસ્લિમ વિસ્તારમાં રસીકરણ થયું છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૩ : રાજકોટ જિલ્લામાં સૌથી ઓછું કામ ધોરાજીમાં રસીકરણની નબળી કામગીરી દેખાતા જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.ધોરાજી દોડી આવ્યા.

ધોરાજીમાં મૂસ્લીમ વિસ્તારમાં કોવિડ વેકશીનેશન ઝંૂબેશ વેગવંતી બનાવવાં જીલ્લા કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓની ટીમે મૂલાકાત લઈને સ્થળ ઉપર મૂસ્લીમ સમાજના અગ્રણીઓને કોરોના રસીકરણ અંગે માર્ગદર્શન આપીને રસીકરણ કરાયૂ હતું.

ધોરાજીના મૂસ્લીમ વિસ્તારોમાં કોરોના રસીકરણ ઓછૂ થતાં તંત્ર દ્વારા લઘુમતી સમાજમાં કોવિડ રસીકરણ થાય લોકોમાં ખોટી અફવાઓ દૂર થાય તે માટે રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબૂ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી, નાયબ કલેકટર જી વી મીયાણી, મામલતદાર કે ટી જોલાપરા, બ્લોક હેલ્થ ઓફીસર ડો. વાછાણી સહિતના અધિકારીઓની ટીમ શહેરના મૂસ્લીમ વિસ્તાર બહારપૂરા, પાંચપીર વાડી, આંગણવાડી ખાતે દોડી જઈને મુસ્લીમ સમાજના અગ્રણીઓ ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ અફરોજભાઈ લાકકડકુટા, નગરપાલિકાના પૂર્વ પૂ પ્રમુખ મકબુલભાઈ ગરાના, યાસીનભાઈ નાલબંધ, બોદુભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ સાથે મુલાકાત લઈને કોવિડ રસીકરણ અંગે સંવાદ કરીને લોકોમાં કોવિડ રસીની ખોટી અફવાઓ દૂર થાય તેવું માર્ગદર્શન આપ્યુ હતું. લઘુમતી વિસ્તારમાં કોવિડ વેકશીનેશન ઝૂંબેશ વેગવંતી બનાવવાં ચર્ચાઓ કરાઈ હતી સ્થળ ઉપર કોવિડ રસીકરણ ઝંૂબેશ શરૂ કરાઈ હતી.

(12:07 pm IST)