Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

''અકિલા'' પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાની ઉપસ્થિતિમાં પત્રકાર યાસીનભાઇ બ્લોચની સુપુત્રીનાં શુભલગ્ન : ચિ. અફસાના-ચિ. રફીક

રાજકોટ તા.૧૩ : વિસાવદરનાં 'અકિલા'નાં જાણીતા પત્રકાર શ્રી યાસીન બ્લોચની સુપુત્રિ ચિ.અફસાનાનાં શુભલગ્ન લાલપુર નિવાસી મહમદ હુશેન જલાલભાઇ બ્લોચનાં સુપુત્ર ચિ.રફીક સાથે રંગેચંગે ઉત્સાહભેર સંપન્ન થયા હતા.

આ શુભ અવસર 'અકિલા પરિવાર'નાં મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા આત્મિય લાગણી સાથે વિશેષ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે અખબારી આલમ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સર્વ શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય (તંત્રી 'સૌરાષ્ટ્ર ભૂમિ' દૈનિક), કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા દંપતિ (તંત્રી જૂનાગઢ ટુડે દૈનિક), વિસાવદર-ભેસાણ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબાર,જિલ્લા ભાજપનાં મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, જિલ્લા ભાજપનાં પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોશી, પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી વનરાજસિંહ બી.જાડેજા, જયેશભાઇ દવે, દેના બેન્કના પૂર્વ મેનેજર એ.બી.જાની,  રાજકોટના 'ભાટીબાપુ',  પ્રદુષણ વિભાગના પૂર્વ અધિકારી જાડેજા,એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી અબુલીભાઇ હિરાણી,ગુજરાત વકફ બોર્ડના ડીરેકટર સિરાજભાઇ માડકિયા, ન.પા.ના પૂર્વ પ્રમુખ રજનીભાઇ ડોબરીયા, પૂર્વ સેક્રેટરી ગફારભાઇ ભોર, તા.પં.ના ભૂતપૂર્વ પ્રમુખ નલાભાઇ વિરડીયા,માજી સભાપતિ શંભુભાઇ માલવિયા, ધારાશાસ્ત્રીઓ સર્વ શ્રી ભરતભાઇ વ્યાસ, રવજીભાઇ રામાણી, નયનભાઇ જોષી, હિરેનભાઇ જોષી, કમલેશભાઇ જોષી, અરવિંદભાઇ દુધાત, જીતુભાઇ વાળા, ઉદયસિંહ દાહીમા, જીતુભાઇ ઠાકર, નિકુંજ ભટ્ટી, નગર સેવક શ્રી જસુભાઇ બસીયા, જયેન્દ્રસિંહ દાહીમા, વિસાવદર નગર પાલિકાના પૂર્વ અધિક્ષક રાજુભાઇ ભટ્ટ,એકાઉન્ટ બી.કે.જોષી, બાંધકામ સુપરવાઇઝર રણજીતસિંહ દાહીમા, ગ્રેઇન સીડઝ મરચન્ટ એસોશીએશનનાં જગદીશભાઇ કોટક, મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં પ્રમુખ ચંદ્રકાંતભાઇ ખુહા, સમભાવ મિત્ર મંડળનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ,પ્રોફેસર વાજા, એન્જીનીયર પડશાળા સાહેબ, દેના બેન્કના મયુરભાઇ કાલરિયા, બ્રીજેશભાઇ દુધાત્રા, રોટરી કલબનાં રમણીકભાઇ ગોહેલ, સ્થાનિક પત્રકારો સર્વ શ્રી ગીજુભાઇ વિકમા, સી.વી.જોષી, કૌશિકપુરીબાપુ ગૌસ્વામી, વિપુલભાઇ લાગણી, ભરતભાઇ ત્રિવેદી, મુકેશભાઇ રિબડીયા, આસીફભાઇ કાદરી, ઉમેશભાઇ ગેડીયા, વિશાલ સાદરાણી, વિનુભાઇ પુરોહિત, કેયુરભાઇ અભાણી સહિત વિવિધ ક્ષેત્રના નામી-અનામી મહાનુભાવો,સગાં-સબંધીઓ-સ્નેેહિઓ-મિત્રો-શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપી 'બ્લોચ પરિવાર'ને શુભેચ્છા પાઠવી હતી.

(12:08 pm IST)