Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મોબાઇલ ફોનમાં તલ્લાક અને દસ લાખ આપવા પત્નીને પતિની ધમકી

ગોંડલની વાસાવડ ના મુસ્લિમ પરણિતાની પૂણે સ્થિત પતિ-સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૪: ગોંડલ તાલુકા નાં વાસાવડ માવતર ધરાવતી અને મહારાષ્ટ્ર નાં પુણેમાં પતિ સાથે રહેતી મુસ્લિમ પરિણીતા ને પતિ,સાસુ સસરા અને નણંદે મહેણા ટોણા આપી ત્રાસ શરુ કરતા આખરે વાસાવડ માવતર આવી ગયેલી પરિણીતા ને મોબાઇલ દ્વારા તલાક આપવા અને દશલાખ આપવા પતિ ધમકીઓ આપતો હોય મહીલા પોલીસ માં ફરિયાદ થવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ માવતર ધરાવતી સલાટ ઇફતેશામ રસિદભાઇ એ મહારાષ્ટ્રના પુણે હાંડેવાડી રોડ,ગંગા વિલેજ હડપસર રહેતા પતિ કાદરી શબ્બીર હુશેન,સસરા મુસ્તફામિયા, સાસુ નજમાબેન,નણંદ રેશમાબેન સામે શારીરીક માનશીક ત્રાસ આપી તલાક આપવા દબાણ કરી દશલાખની માંગ કરી હોવાની ફરિયાદ મહીલા પોલીસ મથક મા કરતા કલમ ૪૯૮(ક)૩૨૩,૫૦૪,૫૦૬(૨)૧૧૪ દહેજધારા હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મુજબ ઇફતેશામના લગ્ન જુલાઈ ૨૦૨૧ના પુણે રહેતા શબ્બીર કાદરી સાથે થયા હતા.પુણેમાં ઇફતેશામ તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.સાથે તેની માતા પણ રહેતી હતી.લગ્ન ના દોઢ માસ સારી રીતે રહ્યા બાદ પતિ,સસરા,સાસુ અને નણંદ દ્વારા ત્રાસ શરુ કરાયો હતો.નાગપુર ના વની ગામ આવેલી મિલકત વેચવા પતિ દ્વારા દબાણ કરાતા મિલકતનુ વેચાણ કરાતા રૂ.ત્રીસ લાખ ઉપજયા હોય તે પતિ દ્વારા ઓળવી જતા આ અંગે પુણે પોલીસ મા ફરિયાદ કરી હતી.દરમ્યાન એ વાત નો ખાર રાખી શારીરીક માનશીક ત્રાસ શરુ કરાતા ઇફતેશામ તેની માતા સાથે વતન વાસાવડ રહેવા આવી ગઈ હતી.પુણે માં દશલાખ આપવા તેના પતિ દ્વારા બળજબરી કરાઇ હતી.બાદમાં વાસાવડ રહેવા આવી ગઈ હોવા છતા પતિ દ્વારા મોબાઇલ ફોન કરી પૈસા તથા તલાક આપવા ધમકીઓ શરુ કરાતા ઇફતેશામે આખરે પોલીસમાં દાદ માંગી જીલ્લા પોલીસ વડાને રજુઆત કરતા બનાવ અંગે મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. 

(12:12 pm IST)