Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સુરજકરાડી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ-ગૌશાળામાં કાલે ગૌમાતા માટે અન્નકોટ-મહાઆરતી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૧૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે આવેલી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ ૯ ગૌશાળામાં કાલે તા. ૧૪ને રવિવારે ગૌમાતા માટે મહા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અન્નકોટના દર્શનનો સમય સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી રહેશે. સાથે સાથે ગૌ માતા માટે જ મહાઆરતી સ્થાનિક ધારાસભ્ય અને પ્રખર શિવભકત અને ગૌભકત એવા શ્રી પબુભા વિરમભા માણેકના શુભ હસ્તે સાંજે ૭:૩૦ વાગ્યે  રાખવામાં આવેલ છે. આ ગૌશાળા તેમના ગૌમાતા પ્રત્યેના કરાયેલા સારા કાર્યોથી ખૂબ જ જાણીતી છે. ગૌમાતા માટે કરવામાં આવેલા આ બંને પ્રસંગોનો લાભ સમગ્ર ગૌપ્રેમી જનતાને લેવા ભાવભર્યું નિમંત્રણ આ સંસ્થા દ્વારા આપવામાં આવ્યુ છે. આ મહા અન્નકોટ અને મહાઆરતી સુરજકરાડીમાં આવેલા શ્રી આવળ માતાજીના મંદિરના બાજુમાં આવેલી શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા)માં જ રાખવામાં આવ્યુ છે.તેમ યાદીમાં જણાવાયું છે. 

(12:13 pm IST)