Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સાળંગપુરના કોઠારી સ્વામિ શ્રી વિવેકસાગરદાસજી સ્વામિ દ્વારા બાોટાદમાં 'શ્રી હનુમાન ચાલીસા કથા'નો પ્રારંભ

વકતાઃ પ.પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામિ બિરાજશે

 વાંકાનેર,તા.૧૩: બોટાદ આજથી બોટાદ માં સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ, બોટાદ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શ્રીજી આનંદ ડેવલોપર્સ - રણજીતભાઈ તથા હિરેનભાઈ પટેલ આયોજિત જયાં પૂર્ણ પૂરોસતમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવણી છે એવા શ્રી સાળંગપુરધામ માં બિરાજતા શ્રી કષ્ટભંજનદેવ ના દિવ્ય લીલા ચરિત્રોનો આસ્વાદ માળવા બોટાદ ના આગણે 'શ્રી હનુમાન ચાલીસા કથા'નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં વકતાઃ પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાળાવાળા) બિરાજી પોતાની મધુર વાણી સાથે હનુમાન ચાલીસા કથા અનેરા સંગીત ની શેલી સાથે રસપાન કરાવશે જે કથા નો શુભ પ્રારંભઃ ૧૩ / ૧૧ / ૨૧ ના રોજ થશે અને ૧૯ નવેમ્બર ના પુર્ણાહુતી થશે કથા શ્રવણ નો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધીનો છે જે કથાની પોથીયાત્રા આજરોજ તા, ૧૩ મીના બપોરે ૩:૩૦ કલાકે ૪૮ - સી, અક્ષરપાર્ક સોસાયટી, ગિરિરાજ જૈન દેરાસર પાછળ, પાળીયાદ રોડ થી વાજતે ગાજતે નીકળી કથા સ્થળે જશે કથા દરમ્યાન તા.૧૬/ ૧૧ / ૨૧, મંગળવાર ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ' શ્રી હનુમાન જન્મોત્સવ' ઉત્સાહ પૂર્વક ઉજવાશે પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી ના મધુર કંઠ માં હનુમાન ચાલીસા કથા સાંભળવી એ એક લ્હાવો છે આ દિવ્ય પાવન કથા ના પ્રસંગ માં સર્વે ભકતો ને કથા શ્રવણ કરવા પધારવા કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાળાવાળા) સાળંગપુરધામ તેમજ શ્રીજી આનંદ ડેવલોપર્સ, રણજીતભાઈવાળા તથા હિરેનભાઈ પટેલ દ્વારા નિમંત્રણ છે કથા સ્થળઃ સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ, બોટાદ.

(1:37 pm IST)