Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

હરીદ્વારના ગંગાઘાટે જામનગરના ધારાસભ્ય પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

જામનગર,તા.૧૩ : પવિત્ર કારતક માસમા હરિદ્વાર ના પવિત્ર ગંગાધાટ ઉપર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા હકુભા ના પરિવાર દ્રારા ભાગવત સપ્તાહ માં ભારે ધામધૂમ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણનો નંદમહોત્સવ ઉજવાયો હતો. જેમાં જાડેજા પરિવાર ભકિતમય વાતાવરણ સાથે જોડાયો હતો. આ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર ભાગવતાચાર્ય શ્રી રાજદીપ શાસ્ત્રી એ ભાગવત કથાનું રસપાન કરાવી રહયા છે. સંગીતમય સહેલી અને પવિત્ર વાતાવરણ વચ્ચે ભાગવત કથામાં જામનગર ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન પી. એસ જાડેજા તેમજ ભીખુભા જાડેજાનો પરીવાર જોડાયો છે.

મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે રાજકિય વ્યકિત દિવાળીના પર્વ ઉપર હરવા ફરવા જતો હોય છે ત્યારે  ધારાસભ્ય હકુભા જાડેજા દિવાળીના પર્વ પછી પવિત્ર ગંગાધાટ ધાર્મિક સ્થળ  અને મથુરા યમુના ઘાટ એ જઈ ધાર્મિક કાર્ય વિધિમાં પરિવાર સાથે જોડાઇ   સમાજને નવો રાહ બતાવ્યો છે. ભાગવત કથા પહેલા ભાઈબીજ ના પર્વ ઉપર મથુરા યમુના નદી માં  ચૂંદડી મનોરથ ની વિધિ પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત તેના પારિવારિક મિત્રો સાથે ઊજવણી કરી હતી ત્યાંરબાદ હરિદ્વાર ગંગાધાટ ખાતે વિદ્વાન બ્રાહ્મણના મંત્રોચ્ચાર વિધિ સંપન્ન કરી ભાગવત કથાની પોથી યાત્રાયાત્રા સાથે ભકિતમય વાતાવરણમાં ભાગવતાચાર્ય દ્વારા કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

(12:59 pm IST)