Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમરેલી જીલ્લામાં દારૂ વેચાણની પ્રવૃતિ કરનારા ૪૪ની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તરાય દ્વારા દારૂ ગાળવા માટેભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય, જે અન્વયે આજરોજ તા.૧ર-૧૧-ર૦ર૧ના રોજ વહેલી સવારે સ્પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન  અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ ડ્રાઇવ દરમિયાન કુલ ૬૬ કેસો કવરામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની બોટલ પણ મળી આવતાં, જે અંગે કાર્યવાહી કરવામાં આવેલ. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટ ર૦૦, કિ. રૂ.૪૦૦૦ તથા આથો લીટર ૯૦૮ કિ. રૂ.૧૮૧૬- દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિ. રૂ.૭,૦રર તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ૧ કિ.રૂ.૩૦૦ તથા મળી કુલ રૂ.૧૩,૧૩૮નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને આ ડ્રાઇવ દરમિયાન પોલીસના હાથમાં દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ ૪૪ આરોપીઓને પકડી  પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કાચ ફોડયા

પીઠવડીના દાનાભાઇ દેવાયતભાઇ પોતાના હવાલાની રામદેવ ટ્રાવેલ્સની બસ નં. જીજે૧૪એકસ ૭૭૮૮  સુરતથી પેસેન્જર ભરી ડેડાણ આવેલ તે દરમિયાન સલીમ મહોમદએ બસ ઉપર પથ્થર મારી બસના કાચ ફોડી નાખી નુકસાન કર્યા ઉપરાંત ફાવે તેમ ગાળો બોલતા તેને ના પાડતા પથ્થર દ્વારા કપાળના ભાગે ઇજા કરી હોવાની દાનાભાઇ દેવાયતભાઇ રહે. પીઠવડીએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ એમ.બી. મેહરા ચલાવી રહયા છે.

મોત

લાઇબ્રેરી નજીક જયંતીભાઇ રવજીભાઇ જરવલીયા ઉ.વ.૪૦  મજુરી કામે ગયેલ. ત્રીજા માળે છજા ઉપર ઉભા રહી ટાકો તોડતા અકસ્માતે સજુ તુટી પડતા માથામાં ઇજા થતા મોત નીપજયાનું પત્ની વિલાસબેને અમરેલી સીટી પોલીસ મથકમાંજાહેર કરેલ છે.

નશો

દિવાળીના તહેવારો બાદ અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી જિલ્લા પોલીસવડા નિર્લીપ્તરાયની સુચના મુજબ પ્રોહીની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા પોલીસ દ્વારા ડ્રિકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન ૬૧  વાહન ચાલકો સહિત ૭૭ લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

મોત

રાજુલા બાયપાસ રોડ ઉપર ઉપલેટા તાલુકાના મોજીરા ગામના રાહુલભાઇ મનુભાઇ ગોરા (ઉ.વ.ર૧) તેમના પત્ની સાથે બાઇક ઉઃપર જતા હતા. ત્યારે બાઇક નં.જી.જે.૦પ -પ૪૩૩ ના ચાલકે પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી પત્નીને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાસી ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

તાલુકાના મોટા આંકડીયા ગામે લુણીધારના દિપકભાઇ જયંતીભાઇ હપાણી (ઉ.વ.૩૭)ના ટ્રેકટર સાથે અરટીંગા કાર જીજે ૧૩એબી પરપ૩ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી અથડાવ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.  

(12:59 pm IST)