Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મોરબીમાં આશાવર્કરોએ વિવિધ પડતર પ્રશ્નો મામલે આવેદનઃ

મોરબીઃ આશા વર્કરોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ગામડે ગામડે અને શહેરોની ગરીબ વસ્તીમાં આરોગ્યની કપરી કામગીરી બજાવતા આરોગ્ય વિભાગની આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ પોતાની વ્યથા રજુ કરતા જણાવ્યું છે કે દેશના પીએમ ૧૦૦ કરોડ રસીના લક્ષ્યાંક સિદ્ઘ થતા આરોગ્ય વર્કર અને આશા વર્કરોની પ્રસંશા કરી પરંતુ ગુજરાતમાં કામ કરતી આશા વકરો અને ફેસીલીએટર બહેનોને નિયમિત રીતે કોરોના કામગીરીના ભથ્થાની ચુકવણી પણ કરાઈ નથી સપ્ટેમ્બર ૨૦૨૧ થી કોરોના ભથ્થાની ખુદ સરકારે આશાને માસિક રૂ.૧૦૦૦ અને ફેસીલીએટરને રૂ ૫૦૦ જાહેર કરેલ રકમમાં પણ કાપ કરવામાં આવી રહ્યો છે રાજયના આરોગ્ય વિભાગ તળે તથા નેશનલ હેલ્થ મિશન તળે કામ કરતી ૪૦,૦૦૦ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો ગુજરાતના ગામડાઓમાં ૮૦ ટકા આરોગ્ય સેવા પૂરી પાડવાનું કામ કરી રહી છે પરંતુ આશા વર્કરોને યોગ્ય વળતર ચૂકવાતું નથી અને અન્ય રાજયોની તુલનામાં માસિક વેતન ઘણું ઓછુ છે. જેથી કોરોના કામગીરીના સરકારે જાહેર કરેલ ભથ્થા તાત્કાલિક ચુકવવામાં આવે તેમજ અન્ય પડતર માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય વિચારણા કરી પ્રશ્નો ઉકેલાય તેવી માંગ કરી છે.

(1:02 pm IST)