Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જામનગરમાં મહેશ ગોહિલનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: અહીં શંકર ટેકરી પાણીના ટાંકા ની સામે સિઘ્ધાર્થનગર શેરી નં.–રપ, જામનગરમાં રહેતા હંસાબેન જેન્તીલાલ દેવીદાસ ગોહીલ, ઉ.વ.પ૪ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧ર–૧૧–ર૦ર૧ ના આ કામે મરણજનાર મહેશ જેન્તીલાલ ગોહીલ, ઉ.વ.ર૬, રે. શંકર ટેકરી પાણીના ટાંકા ની સામે સિઘ્ધાર્થનગર શેરી નં.–રપ, જામનગર વાળા કોઈપણ કારણસર પોતે પોતાના હાથે છતના પંખાની હુંક સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

પરણિતાએ સાસરીયા સામે દુઃખ ત્રાસ આપ્યાની ફરીયાદ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં યજુર્વેદી ભાવેશભાઈ દયાશંકર પાઠક, ડો/ઓ. હિતેશ્વરાય પંડયા, ઉ.વ.ર૮, રે. કડીયાવાડ ચોરા પાસે, મોટી પીપળા શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–ર–ર૦ર૦ થી આશરે ચારેક માસ સુધી અવાર–નવાર પતિ ભાવેશ દયાશંકર પાઠક, સસરા દયાશંકર ઉર્ફે દિપેન અંબાશંકર પાઠક, સાસુ – પ્રવિણાબેન દયાશંકર પાઠક, નણંદ –દેવર્ષી ઉર્ફે દયુ દયાંશકર પાઠક, નણંદ– રિઘ્ધીબેન હાર્દિપ કુમાર વ્યાસ, નણંદ – જીજ્ઞાશાબેન દયાશંકર અંબાશંકર પાઠક, જવાલા દયાશંકર પાઠક, રે. અમરેલીવાળા ફરીયાદી યજુર્વેદીબેનને લગ્ન જીવનના ચાર માસ દરમ્યાન નાની નાની બાબતમાં શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તુ દહેજ માં કાંઈ લાવી નથી તેમ કહી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

બિમારીથી મહિલાનું મોત

પોરબંદર જિલ્લાના કુતયાણા ગામે રહેતા કરશનભાઈ ચનાભાઈ ડાંગર, ઉ.વ.૪૦, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧ર–૧૧–ર૧ ના મહીકી સીમ વિસ્તાર ભાવેશભાઈ કાનાભાઈ આડેદરાની ખેતીની જમીન જામજોધપુરમાં મરણજનાર ભાવલીબેન ઉર્ફે ભાવનાબેન લખમણભાઈ રાયશીભાઈ સોલંકી, ઉ.વ.રપ, રે. મહેકી વાડી વિસ્તાર જામજોધપુર, તા.જામજોધપુર, જિ. જામનગરવાળા નાક માંથી ફીણ નીકળતા હોય તથા તબયિત ખરાબ થઈ જતા સારવારમાં જતા કોઈપણ કારણોસર મરણ થયેલ છે.

(1:35 pm IST)