Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

દેવદિવાળીએ કાલે આઇશ્રી દેવલમાં પ્રેરિત માં ભગવતી શકિતપીઠ મંદિરનો શિલાન્યાસ

જુનાગઢના બલિયાવડ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશેઃ ધર્મસભા, મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરો

રાજકોટ, તા.૧૩: જૂનાગઢનાં બલીયાવડ ગામે આઈશ્રી દેવલમાંનાં સાનિધ્યમાં માં ભગવતી શકિતપીઠ મંદિરનો આવતીકાલે મુખ્ય શિલાન્યાસ પૂજન કાર્યક્રમ યોજાશે. માં ભગવતીની કૃપાથી આઇશ્રી દેવલમાં નાં પુનિત સાનિધ્યમાં ગરવા ગિરનારની ગોદમાં માં ભગવતી શકિતપીઠનો શિલાન્યાસ ભવ્યાતિ ભવ્ય યોજાશે. કાર્યક્રમની વિશેષ રૂપરેખા જોઈએ તો આવતીકાલે દેવદિવાળીનાં શુભદિને બપોરે ૨:૧૫ કલાકે મુખ્ય શિલાન્યાસનું મુહૂર્ત યોજાશે અને વહેલી સવારથી જ માં ભગવતીનું પૂજન કરવામાં આવશે.

 બપોરે ૩ વાગ્યે વિશાળ ધર્મસભા યોજાશે. તેમજ સાંજે ૭ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૮ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં કીર્તીદાન ગઢવી, અનુભા જામંગ, દેવરાજ ગઢવી (નાનો ડેરો), રાજભા ગઢવી (ગીર), દેવરાજ ગઢવી (ઉપલેટા), ઉમેશ બારોટ, વિજયભાઈ ગઢવી (ખંભાળિયા) સહિતનાં કલાકારો પોતાના સૂર રેલાવશે. સમગ્ર કાર્યક્રમમાં સી.ડી.દેવલ સાહેબ (રાષ્ટ્રીય પ્રમુખ અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા), વાલજીભાઈ જીવરાજભાઈ ગઢવી (સિંઘોડી કચ્છ), શામળાભાઈ ગઢવી (પાંચોટિયા કચ્છ), મોતીસિંહ માવલા (ચારણ મંડલા રાજસ્થાન), પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી (જૂનાગઢ), ગીરીશભાઈ મોડ (મઢડા) સહિતનાં વડીલોની ઉપસ્થિતિ રહેશે. તેમજ પરસોત્ત્।મભાઈ રૂપાલા (કેબીનેટ મંત્રી-દિલ્હી), મહેશભાઈ સવાણી, રામભાઈ મોકરીયા (સાંસદ-રાજકોટ), રાજેશભાઈ ચુડાસમા (સાંસદ- જૂનાગઢ), જયેશભાઈ રાદડીયા (ધારાસભ્ય- જેતપુર), ભીખાભાઈ જોષી (ધારાસભ્ય- જૂનાગઢ), પ્રેમજીભાઈ લખમણભાઈ, હર્ષદસિંહ રાણા, જયરાજસિંહ દિગ્વિજયસિંહ રાણા સહિતનાં સ્નેહીશ્રીઓની ઉપસ્થિતિ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશદાન ગઢવી (બોટાદ) દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું જીટીપીએલ ચેનલમાં લાઈવ નિહાળી શકાશે. સૌ ધર્મ પ્રેમી ભાવિક ભકતોને માં ભગવતી શકિતપીઠનાં મંગલ પ્રારંભ શિલાન્યાસનાં મંગલમ ઉત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

(3:45 pm IST)