Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અમરેલીના અરજનસુખ ગામમાં રોગચાળોએ ભરડો લીધો : તાવ, શરદી, ખાસી અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો

.ગામમાં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ: ગામમાં સરકારી દવાખાનું ન હોવાના કારણે સારવાર માટે લોકોને પ્રાઇવેટ દવાખાનાઓમાં જવું પડે છે.

અમરેલી જિલ્લાના અરજનસુખ ગામમાં રોગચાળોએ ભરડો લીધો છે. અહીં સ્થાનિક લોકોમાં તાવ, શરદી, ખાસી અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. ગામમાં સરકારી હોસ્પિટલ પણ ન હોવાથી લોકોએ મોટા ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજનસુખ ગામમાં છેલ્લાં 10થી 15 દિવસથી મચ્છજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે.ગામમાં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહયા છે. ગામમાં સરકારી દવાખાનું ન હોવાના કારણે ગ્રામજનોએ સારવાર માટે પ્રાઇવેટ દવાખાનાઓમાં જવું પડે છે. તો બીજી તરફ ગામમાં સ્વચ્છતા ન હોવાને કારણે ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકરી પડતા શરદી તાવ અને વાઇરસ સહિતના કેસોમાં વધારો થયો છે.

(12:43 am IST)