Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જેસીઆઈ જૂનાગઢ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢ, તા. ૧૩ :. જેસીઆઈ જૂનાગઢ દ્વારા આયોજીત 'જેપીએલ (જેસીઆઈ પ્રીમીયર લીગ)-૨૦૨૧'ના જ્ઞાનબાગ ગુરૂકુળના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ ટૂર્નામેન્ટમાં જેસીઆઈ જૂનાગઢની ટીમ, જેસીઆઈ પોરબંદર પ્લસ, જેસીઆઈ ધોરાજી, જેસીઆઈ ભાવનગર રોયલ, જેસીઆઈ જેતપુર, જેસીઆઈ કેશોદની ટીમ તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સમાજની ટીમ લોહાણા સમાજની ટીમ, તેમજ સમસ્ત વણિક સમાજ, આહીર સમાજ તેમજ ધોબી સમાજની ટીમે ભાગ લીધેલ.

ટૂર્નામેન્ટ ઉદઘાટન જેસી. સી.એ. બીરાજ કોટેચા (પ્રમુખ જેસીઆઈ ઝોન-૭) કરેલ હતું.

તેમજ મુખ્ય મહેમાન પ.પૂ. શ્રી પ્રિતમસ્વરૂપદાસજી સ્વામી (સંચાલકશ્રી જ્ઞાનબાગ ગુરુકુળ જૂનાગઢ), શ્રી હિતેશભાઈ દિહોરા (જીલ્લા યુવા વિકાસ અધિકારી), જેસીઆઈ જેતપુરના પ્રમુખ જેસી. હિતેન મકવાણા, જેજે વિંગ ડાયરેકટર દીપેન નાગર, જેસીઆઈ ધોરાજીના પ્રમુખ જેસી. દલસુખ વાગડિયા હાજર રહ્યા હતા.

૧૦ ટીમએ ભાગ લીધો હતો. બધી ટીમના બે બે રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ તમામ જેસીઆઈના મેમ્બર અને બધી જ્ઞાતિને સાથે રાખી સંગઠન કરવાનો હતો. આ ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર જયભવાની જ્વેલર્સ, ચોકસી બજારવાળા અભયભાઈ ચોકસી રહ્યા હતા. તેમજ બીજા સ્પોન્સર તરીકે ડો. જય રાણીંગા - રાણીંગા હોસ્પીટલ, ધવલભાઈ ઠક્કર રેડીયન્ટ ટેકનો સોલ્યુશન, કે.ડી. જ્વેલર્સ, જૂનાગઢ કો.કો. બેંક લીમીટેડ ચોકસી બજાર, પુષ્ટિ સંસ્થાન સંસ્કાર મોટી હવેલી જૂનાગઢ વગેરે રહ્યા હતા.

જેસીઆઈ જેતપુર અને લોહાણા સમાજની ટીમ ફાઈનલ રાઉન્ડમાં પહોંચી હતી. જેમા જેસીઆઈ જેતપુરની ટીમ ફાઈનલ રાઉન્ડ જીતી હતી અને ટ્રોફી આપવામાં આવી હતી.

આ ફાઈનલ રાઉન્ડમાં મહેમાન પ.પૂ. શ્રી પ્રિતમસ્વરૂપદાસજી સ્વામી (સંચાલકશ્રી જ્ઞાનબાગ ગુરૂકુળ જૂનાગઢ), પુનિતભાઈ શર્મા-પ્રમુખશ્રી જૂનાગઢ શહેર ભાજપા, ભીખાભાઈ જોશી, ધારાસભ્ય, મીતભાઈ સોંદરવા, અભયભાઈ ચોકસી-જય ભવાની જ્વેલર્સ, સંજયભાઈ કોરડીયા-કોર્પોરેટર તેમજ અતિથિ વિશેષ તરીકે લલીતભાઈ ચોકસી, નિકુંજભાઈ ચોકસી, ક્રિષ્ન ચોકસી-જય ભવાની જ્વેલર્સ, આર.એસ. ઉપાધ્યાય (જીલ્લા શિક્ષણ અધિકારી) ઉપસ્થિત રહેલ.

ટૂર્નામેન્ટને સફળ બનાવવા જેસીઆઈ જૂનાગઢના મેન્ટર જેસી. અરવિંદભાઈ સોની, ડાયરેકટર જેસી. કિશોરભાઈ ચોટલીયા, જેસી. કમલભાઈ સેજપાલ, જેસી. યતિનભાઈ કારીયાના જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ જેસી. જયદીપ ધોળકીયા, સેક્રેટરી જેસી. ચેતન સાવલિયા, પ્રોજેકટ ચેરમેન જેસી. કેતન ચોલેરા, ઝેડસી રીટેન્શન, જેસી વિરલ કડેચા, જેસી. જયેશ ચોકસી, જેસી. ચિરાગ કડેચા, જેસી. પાર્થ પરમાર, જેસી. પ્રફુલભાઈ નરસાના અને જેસીઆઈ જૂનાગઢની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર અશોક મેજર, અમ્પાયર તરીકે સમીર પારેખ, વિશાલ પુરોહિત (માડમભાઈ) તેમજ સ્કોરિંગ તરીકે મોહિતભાઈએ સેવા આપી હતી.

(10:08 am IST)