Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

માણાવદરમાં એન્ટીજન કીટ તથા દવાઓ માટે એમ.પી. તથા એમ.એલ.એ. ગ્રાન્ટ ફાળવવી જોઈએ

કોરોનાથી મામલતદાર તથા એક કર્મચારી સંક્રમિત

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૧૪ :. માણાવદરમાં કોરોનાનો હાહાકાર મચાવી દીધો છે. દિવસેને દિવસે કોરોના ટેસ્ટમાં દર્દીઓ આવે છે ત્યારે ૫૫ ગામ બે શહેરમાં ફાળવવામાં આવતી કીટો દર્દીઓના પ્રમાણમાં ખૂટી પડે છે. જેથી કોરોના ટેસ્ટ કરવામાં ઘણી વખત લોકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડે છે. તેમજ જે નિયમીત ફાળવવામાં આવતી દવાઓ વધુ દર્દીઓના ધસારાના કારણે ઘટી પડે છે. જેથી તાકિદે જનહિતમાં કોરોના એન્ટીજન કીટ તથા દવાઓ ખરીદવા સાંસદ તથા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વધુ ગ્રાન્ટ ફાળવી દવા, કીટ મેળવવા મદદ કરવી જોઈએ તેવી આમ જનતામાં ચર્ચા થઈ રહી છે.

તેમજ હાલ તાલુકાભરમાં દરરોજ અસંખ્ય કોરોના કેસો એન્ટીજન કીટમાં ડિટેકટ થાય છે. તેમા ઘણાખરા દર્દીઓને ઘરે હોમ કવોરોન્ટાઈન છે તેવા લોકો માટે નાના ઓકિસજન બાટલા મળે તો ફાયદો થઈ શકે અથવા તો યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી રહી. હાલ તો ભયનો માહોલ જનમાનસમા છે કેમ કે સ્થાનિક યોગ્ય વ્યવસ્થા કોરોના દર્દીને મળવાની નથી કેમ કે કેર સેન્ટર જનથી ૫૦થી ૧૫૦ કિ.મી. દૂર જવુ પડે છે ત્યાં પણ વારો આવે તો...

જાણવા મળેલ વિગતોનુસાર મામલતદાર તથા એક કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. બીજી બાજુ જલારામ ચેરી. ટ્રસ્ટ કે જે કોરોના દર્દીઓને તથા વૃદ્ધોને વિનામૂલ્યે ટીફીન પુરા પાડે છે તેમાં ૪ વ્યકિતને પોઝીટીવ આવતા સેવામાં મુશ્કેલી પડી ટીફીન સેવા બંધ કરવી પડી જેથી તેના ઉપર આધારીત વૃદ્ધો કોરોના દર્દીઓને મુશ્કેલી ઉભી થઈ છે, કોઈ સંસ્થા આગળ આવે તેવી માંગ છે.

(11:38 am IST)