Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોના મહામારી વચ્ચે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની સાદાઈથી ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મોટા કાર્યક્રમો મોકુફ

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કોરોના મહામારી વચ્ચે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની સાદાઈથી ઉજવણી કરાઈ હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતિ નિમિતે ધોરાજી ખાતે દલીત સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને જય ભીમ જય ભીમ...ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. દલીત સમાજના અગ્રણીઓ માજી કોર્પોરેટર કાંતીલાલ સોંદરવા, માજી શિક્ષક વી.પી. સોલંકી, મુકેશભાઈ શીંગાળા, એડવોકેટ અન્ના સોંદરવા, વિશાલ વડીયાતર, મગનલાલ વાઢેર, જેન્તીભાઈ ભાસ્કર, માલાભાઈ રાઠોડ, મનહર ચોરવાડા, રાજુભાઈ બગડા, ભરત સોંદરવા, માધવજી મયાત્રા વગેરે હાજર રહ્યા હતા.

ખીરસરા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરાઃ લોધીકા તાલુકાના ખીરસરા ગામે કોરોનાના કપરા સમયના કારણે સાદગીથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરતા ખીમજીભાઈ સાગઠીયા તેમજ મુકેશભાઈ સાગઠીયા તથા સોમાભાઈ સાગઠીયા અને સાગઠીયા પરિવારના યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)