Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખંભાળિયામાં ત્રણ દિ' પહેલા દુકાનમાં કામે રાખનાર બંગાળી કારીગર બે લાખનો હાર લઇ છૂ

પોલીસ દાગીનાનું મજુરી કામ કરતા દુકાન માલિકની ફરીયાદ પરથી બંગાળના શોફીફુલ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

ખંભાળીયા,તા. ૧૪: માંડવી ટીંબા પાસે આવેલ શિવ હરી કોમ્પ્લેક્ષમાં આવેલી સોની કામની દુકાનમાં ત્રણ દિવસ પહેલા કામે રાખેલો બંગાળી કારીગર બે લાખની કિંમતનો સોનાનો હાર લઇ છુમંતર થઇ જતા દુકાન માલિક બંગાળી કારીગર વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં શોધખોળ હાથ ધરી છે.

માહિતી મુજબ માંડવી ટીંબા પાસે આવેેલા શિવહારી કોમ્પ્લેક્ષ સીરાજ ઉજાર પોલીસ વર્કસ નામની દુકાન ધરાવતાં શિરાજઅલી નોબીરઅલી શેખ (ઉવ.૪૨)નાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તા. ૧૧/૪ ના પોતાની દુકાનમાં પશ્ચિમ બંગાળના દીઆરા ગામમાં રહેતો શૌફીફુલ રફીક શેખ નામના યુવકને કામે રાખ્યો હતો. અમે સોનું પોલીસ કરવાનું કામ કરતા હોવાથ નિલેશભાઇ સોનીએ ઘરેણા બનાવવાનો ઓર્ડર અને સોનું આપ્યુ હતું. જે તા. ૧૧ના મારા કારીગર શોફીફુલને ૨૨ કેરેટનો ૪૫ ગ્રામનો સોનાનો ઢાળીયો હાર બનાવવા માટે આપ્યો હતો. એ પછી દુકાનબંધ કરી ઘરે જમવા ગયા હતા અને ત્યારબાદ સાડા ત્રણેક વાગ્યે દુકાનમાં રાખેલા સીસીટીવી ઘરેથી મોબાઇલ મારફતે ચેક કરતાં દુકાનમાં મારો પુત્ર સાહિદ અને કારીગર અકબર દેખાતા હતા. શૈફીફૂલ જોવા ન મળતા મારા પુત્રને પુછતા તે બાથરૂમ ગયો હોવાનું કહેતાં થોડી વાર પછી મારા પુત્રએ મને ફોન કરી જણાવેલ કે શૈફીફુલ હજુ આવ્યો નથી. આથી આજુબાજુમાં તપાસ કરતા કયાંય જોવા ન મળતા તેમને ફોન કરતા ફોન પણ બંધ આવતો હતો. અને હજુ સુધી પરત ન આવતા વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાતાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસ બંગાળી કારીગર વિરૂધ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

(11:40 am IST)