Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં ૩ કલાક બે દર્દીઓએ એમ્બ્યુલન્સમાં જ ઓકસીજન મેળવ્યો, ઓકસીજન બેડની અછત

મોરબી :  જિલ્લામાં કોરોનાનું કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે હોસ્પિટલોમાં ઓકસીજન બેડની પણ અછત સર્જાતી જાય છે.તો સરકાર દવારા મોટી જાહેરાતો કરી તમામ વ્યવસ્થા હોવાની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રીના ઓકિસજન બેડની અછત સર્જાઈ છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ૧૦૮ની બે એમ્બ્યુલન્સ અઢી કલાક કરતા વધારે સમયથી દર્દીને સારવાર આપી રહી હતી ત્યારે એક એમ્બ્યુલન્સમાં આમરણના દર્દી ૧૦૮માં મૃત્યુ સામે જંગ લડી રહ્યા હતા તો બીજી ૧૦૮ માં હળવદના દીધડિયાના દર્દી એમ્બ્યુનસમાં જ ઓકિસજન લઈ રહ્યા હતા.અઢી કલાક કરતા વધારે સમય વીત્યો હતો અને પરિવારજનો હોસ્પિટલમાં ઓકિસજન બેડની વ્યવસ્થા થાય તે રાહ જોઈ રહ્યા હતા બાદમાં ૩ કલાકનો સમય વીત્યો ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા બંને દર્દીને હોસ્પિટલમાં લઇ જઇને દાખલ કરી સારવાર આપવમાં આવી હતી. તો હોસ્પિટલની અંદર પણ લોબીમાં ૩ દર્દીઓ સ્ટેચર પર ઓકિસજન લઈ રહ્યા હતા. મોરબી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાની પોલ ખુલી પડી હતી અને સબ સલામતના દાવાઓ નિષફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

(12:42 pm IST)