Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જૂનાગઢ માં મુસાફરી દરમિયાન રિક્ષામાં ભુલાય ગયેલ થેલો મહિલાને પરત આપતી જૂનાગઢ પોલીસ :કેમેરામાં સર્ચ કારી રીક્ષા ચાલકે શોધી કાઢી ત્વરિત કામગીરી કરી થેલો મૂળ માલિકને પરત સોંપ્યો

જૂનાગઢ  : જ નિકિતાબેન અરવિંદભાઈ કાનગઢ તેમના મમ્મી ને મજા ન હોવાથી ઝાંઝરડા ચોકડીએ હોસ્પિટલ ગયેલ હતા, અને ત્યાથી પરત મધુરમ ગેઇટ જવા રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં તેમનો થેલો ભૂલાઈ ગયેલ હતો. જેમા તેઓની રોકડ રકમ, જરૂરી ડોક્યુમેન્ટ, આઇકાર્ડ, એ.ટી.એમ. તથા તેમના મમ્મીની દવાની ફાઇલો, તથા ઇન્જેકશન  તેમજ અન્ય કીમતી વસ્તુઓ સહિત અંદાજીત રૂ. ૭,૦૦૦/- નો કીમતી સામાન હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટરના (નેત્રમ શાખા) પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ & કંટ્રોલ રૂમ તથા સી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ..

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે...

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ પી.જે.બોદર, ડી સ્ટાફના પો.કોન્સ. ગોવીંદભાઇ પરમાર, ચેતનસિંહ સોલંકી, રોહિતભાઈ  ધાંધલ, સંજયભાઈ સિસોદિયા તેમજ જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. અશોકભાઇ રામ, રાકેશભાઇ યાદવ, જીવાભાઇ ગાંગણા, રવિરાજસિંહ વાઘેલા, ભાવેશભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, નિકિતાબેન જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર GJ 11 UU 2141  શોધી કાઢવામાં આવેલ હતો....

રીક્ષાના નંબર આધારે રીક્ષા માલિક વાઘેશ્ર્વરી સોસાયટી ઝાંઝરડા રોડ હોવાનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષા માલિકને પોતાની રીક્ષામાં કોઇકનો કીમતી સામાન હોવાનુ માલુમ પડ્યુ હતુ. જે પણ ફરીથી થેલો લઈને પરત આપવા માટે આવ્યો, પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, જૂનાગઢ પોલીસ દ્વારા નિકિતાબેનનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહી થી પ્રભાવિત થઈને નિકિતાબેન એ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો..

 જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) અને સી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં નિકિતાબેન નો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

(8:53 pm IST)