Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સુરેન્દ્રનગર-જીલ્લામાં ઇદ-ઉલ-ફિત્રની સાદાઇથી ઉજવણી

કોરોના વાયરસ નાબુદ થાય તે માટે મૌલાના અને મુસ્લિમ સમાજે દુઆ માંગી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪: સુરેન્દ્રનગર વઢવાણ તેમજ આજુબાજુનાં ગામોમાં કોમી એખલાસના માહોલ વચ્ચે ઈદ-ઉલ-ફિત્રની મસ્જિદમાં નમાજ અદા કરાઇ હતી.

રમઝાન માસની વિદાય સાથે મુસ્લિમ બિરાદરો રમજાન ઈદની ઉજવણી કરવા માટે સુરેન્દ્રનગર શહેરમાં તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ કોરોનાવાયરસને ધ્યાનમાં લઇ અને ઇદગાહ ખાતે નમાઝ પડવાની બદલે મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કર્યા બાદ દેશ-દુનિયામાં થી કોરોના નાબૂદ થાય તેવી દુઆ પણ મૌલાના દ્વારા કરવામાં આવેલ હતી અને ફરીવાર દેશ અમન ચમન સાથે ફરી દેશ કોરોના મુકત બને અને કેટલાય લોકોએ પોતાના સ્વજનો કોઈએ માતા તો કોઈ પિતા કોઈએ બેન અને બનેવી કોઈએ ભાઈ કોઈએ પત્ની આ કોરોનાવાયરસ માં ગુમાવ્યા છે જેની પણ રમઝાન માસના પવિત્ર ઇદની નમાજમાં દુઆ કરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર શહેરના જુમ્મા મસ્જિદ ખાતે સવારના ૮ વાગ્યે ઇદની નમાજ અદા કરવામાં આવેલ હતી આ નમાજ સુરેન્દ્રનગર શહેરના પેશીમાં હાજી હનીફ બાપુ અદા કરાવેલ જયારે સુરેન્દ્રનગર શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં રમઝાન ઇદની નમાજ રાખવામાં આવેલ હતી ત્યારે સુરેન્દ્રનગર શહેર ના કોમી એકતાના રાહબર એવા હાજી સૈયદ યુસુફ મીયા બાપુ ના નિવાસસ્થાન ખાતે મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરી અને ઈદની મુબારકબાદી પાઠવવા માટે પહોંચી ગયા હતા ત્યારે ઈદની મુબારકબાદી પાઠવવા માટે હાજી સૈયદયુસુફ મિયાબાપુને ત્યાં હિન્દુ-મુસ્લિમો બાપુને ત્યાં ઈદની મુબારકબાદી પાઠવવા માટે પધાર્યા હતા ત્યારે હાજી સૈયદ યુસુફ મીયા બાપુ ના પરિવારજનો દ્વારા ઈદની મુબારકબાદી તમામ મુસ્લિમ બિરાદરો ઇદની મુબારકબાદી પાઠવી હતી આમ સુરેન્દ્રનગર જિલ્લામાં કોમી એખલાસના માહોલ વચ્ચે સાદગીપૂર્ણ રીતે કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખી અને આજ રમજાન ઈદની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી હતી અને કોમેન્ટ નો માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ દ્વારા કોરોનાવાયરસ દેશ-દુનિયામાં થી નાબૂદ થાય તેવી ખુદા પાસે દુઆ કરી અને જે લોકો કોરોનાવાયરસમાં મૃત્યુ પામ્યા છે તેવા લોકોની સદગત આત્માને શાંતિ આપે તેવી દુ આજના દિવસે કરવામાં આવી.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ચુડા લખતર વઢવાણ તેમજ ધાંગધ્રા પાટડી દસાડા તાલુકો જેનાબાદ સહિતના ગામોમાં સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દરેક ગામોમાં પણ મૌલાના દ્વારા કોરોનાવાયરસ નાબૂદ થાય તેવી દુઆ કરવામાં આવી છે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે.

(11:38 am IST)