Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અખાત્રીજ નિમિતે આમોત્સવ શણગાર

વાંકાનેર,તા. ૧૪: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ સાળગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજરોજ અક્ષયતૃતીયા, અખાત્રીજના પાવન પુણ્યશાળી દિવસના દાદાના દરબારમાં ભવ્ય આમોત્સવ દર્શન યોજાયેલ છે. સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તેમજ સવારે સાત કલાકે ભવ્ય શણગાર આરતી કરવામાં આવેલ હતી તેમજ વિશેષમાં 'આમોત્સવ આરતી' સવારે ૧૧ :૩૦ કલાકે કરવામાં આવેલ હતી. સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં ભકતોના મોક્ષાર્થે આજથી રાત્રે ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી શ્રી મદ્દ ભાગવત કથાનો પ્રારંભ થશે જે કથા તા.૧૪ / ૫ / ૨૧ થી તા.૨૪ / ૫ /૨૦૨૧ કથા યોજાશે જેમાં વ્યાસપીઠ પર અથાળાવારા પૂજય શાસ્ત્રીશ્રી હરિપ્રકાસદાસજી સ્વામીજી બિરાજી અનેરા સંગીતની શેલીમાં કથાનું રસપાન કરાવશે , કેવલ આ ભાગવત કથા ભકતોના મોક્ષાર્થે રાખેલ છે તેમજ અત્યારે 'ભજન પર્વ' પણ ચાલી રહયું છે દાદાના સહુ હરી ભકતજનો એક માસના શ્રી હનુમાન ચાલીસાના પાઠ પોત પોતાના ઘરે કરી રહયા છે. આજથી ૧૪ મેથી ૨૪ મેૅ દરમ્યાન ભાગવત કથાનું સુંદર આયોજન થયેલ હોય પરંતુ સહુ હરી ભકતજનો ઘરે બેઠા ઓનલાઇન નિહાળવા મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી , તેમજ ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવેલ છે ONLINE ON > YOU TUBE SALGPUR HANUMANJI ઉપર લાઈવ કથા , દર્શન , આરતી ઉત્સવો આવે જ છે.

(11:38 am IST)