Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જામનગરમાં માંગણીઓ સ્વીકારી લેવાતા તબીબી શિક્ષકો ફરજ ઉપર હાજર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૪ : રાજયની તમામ ૬ સરકારી મેડિકલ તેમજ ડેન્ટલ કોલેજના તબીબોએ તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલનનું આયોજન કરેલું.

જેમાં તા.૧૩/૫/૨૦૨૧ના રોજ પ્રતીક હડતાળ કરીને તેઓ નોનકોવિડ વર્કથી દૂર રહ્યા હતા. દરમિયાન ૧૩/૫/૨૦૨૧ના મોડી રાતે તબીબી શિક્ષકોના સંગઠન GMTAના સેન્ટ્રલ કાઉન્સિલની માનનીય ગૃહરાજયમંત્રી સાથેની મિટિંગ માં તબીબી શિક્ષકોની ૧૦+૧ કુલ ૧૧ માંગણીઓનો સ્વીકાર થતા આજથી તબીબી શિક્ષકોએ પોતાની ફરજો સંભાળી લીધી છે.

હાલમાં જામનગર GMTAના પ્રમુખ ડો. દિપક રાવલ અમદાવાદ ખાતે મિટિંગ માટે ગયા છે. જેઓ આવ્યા પછી વિસ્તૃત માહિતી આપશે.

(12:53 pm IST)