Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં ૩ બીનકોવીડ દર્દીના મોત

ર૪ કલાકમાં નવા ૬૬ કોરોના પોઝીટીવ કેસ સામે ૧રર દર્દીઓને રજા અપાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૪: કોરોના પોઝીટીવ કેસમાં ઉતરોતર ઘટાડો થવાની સાથે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતા ગઇકાલે નવા દાખલ સામે ડીસ્ચાર્જ ડબલ થવાનો રેકોર્ડ થયો હતો.

ર૪ કલાકમાં ૬૬ નવા કેસ સામે ૧રર ડિસ્ચાર્જ થયા છે.

નવા કેસોમાં ભાણવડમાં-૩૩, દ્વારકામાં-૧૮, કલ્યાણપુર-૬ તથા ખંભાળીયામા-૯ નવા કેસ નોંધાયા છે.

ગઇકાલે ર૪ કલાકમાં કોરોના બીન કોવીડમાં વધુ ત્રણ વ્યકિતના મોત થતા આંકડો ૮૯નો હતો તે ૯રનો થયો છે.

ગઇકાલે પુર્વ નાયબ મામલતદાર તથા બ્રહ્મસમાજના કાર્યોમાં અગ્રેસર એ.જે.દવે ઉ.વ.૮રનું કોરોના સંક્રમણમાં સારવારમાં મૃત્યુ નીપજયું હતું.

હજુ ત્રણ દિવસ પહેલા જ એ.જે.દવેના ૫૦ વર્ષના  પુત્ર કોરોના સંક્રમણમાં સારવારમાં મોત નિપજયું હતું તે પછી ગઇકાલે રાત્રે તેમનું પણ મૃત્યુ થતા બ્રાહ્મણ પરીવાર તથા બ્રહસમાજમાં શોકની લાગણી છવાઇ છે.

રઘુવંશી અગ્રણી વેપારી સ્વ.અમૃતલાલ કરશનદાસ સામાલીના ધર્મપત્નીનું અવસાન

ખંભાળીયાના અગ્રણી વેપારી સ્વ.અમૃતલાલ કરશનવાસ સામાલીના ૅધર્મ પત્ની અમિતાબેન (ઉ.વ.૬૮) તે ગોપાલભાઇ  તથા હેમેન્દ્રના માતા તથા કુંજના દાદી તા.૧૩-પ-ર૧ના રોજ અવસાન પામ્યા છે.

(1:06 pm IST)
  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST

  • દસ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ રાડ નખાવી દીધી છેલ્લા દસ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા ૧.૭૯ અને ડિઝલમાં પ્રતિ લિટર રૂ ૨.૦૪ નો વધારો ઝીંકી દેવાયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 10:28 am IST

  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST