Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ધ્રોલ પાસે અકસ્માતમાં ૧નું મોત : ર ગંભીર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૪ :  ધ્રોલ નજીક રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત થતા ૧ નું મૃત્યુ થયું છે. ર ને ગંભીર ઇજા પહોંચી છે. સ્વીફટ કાર અને ટૂ વ્હીલર્સનું અકસ્માત થતા સંજય દિલીપભાઇ ઉ.વ.૩૦ સાપર મિસ્ત્રી હોવાની માહિતી મળી હતી તેની લાશને ધ્રોલ સરકારી હોસ્પિટલ લઇ પીએમ માટે આગળની તપાસ હાથ ધરી છે.

ગંભીર ઇજાગસ્ત વલ્લભ ગોરધનભાઇ જાયવા ગામના રે પોતાની બાઇક સવારને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. વધુ સારવાર માટે જામનગર રીફર કર્યા છે. ફોર સ્વીફટ કારમાં ગંભીર ઇજાથી સુભાષ ધીરૂભાઇ ડાંગર જામનગર સારવાર માટે ખસેડયા છે. વધુ વિગત મેળવાઇ રહી છે.

(1:07 pm IST)
  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST