Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સાવરકુંડલામાં અખાત્રીજ નું મુહૂર્ત સાચવતા મેઘરાજા : ધીમીધારે વરસાદ : રાજકોટમાં પણ છાંટા

રાજકોટ તા ૧૪, વાવાઝોડાની આગાહી ના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે બપોર બાદ  વાદળા છવાઈ ગયા છે. હળવા છાંટા પણ રાજકોટ માં પડ્યા છે જ્યારે સાવરકુંડલામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

          સાવરકુંડલાના  પ્રતિનિધિ દિપક પાધીના અહેવાલમાં જણાવાયું છે કે આખો દિવસ ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(6:04 pm IST)