Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પોરબંદર કાંઠે 1 નુમબેરનું સિંગનલ સંભવિત વાવાઝોડાના પગલે માછીમારો ને દરીયો નહીં ખેડવા ચેતવણી : માધવપુર (ઘેડ) દરિયાકાંઠે હેલિકોપ્ટર દ્વારા સાઈરાન વગાડીને માછીમારોને દરિયાકાંઠે અવરજવર નહી કરવા તથા માછીમારી કરવા નહીં જાવા સૂચના અપાઈ દરિયાકાંઠાના ગામના લોકોને સાવચેત કરાયા ...

પોરબંદર : દરિયાકાંઠે આજે સાંજે 1 નંબરનું સિંગનલ પોર્ટ ખાતા દ્વારા ચઢાવીને માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે સંભવિત વાવાઝોડાના પગલે માછીમારોને સાવચેત રહેવા ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા જાણ કરાય છે.

માધવપુર દરિયાકાંઠે દરિયાઈ એજન્સી દ્વારા હેલિકોપ્ટર દ્વારા સાયરન વગાડીને માછીમારોને દરિયાકાંઠે અવરજવર નહીં કરવા તેમજ માછીમારી નહીં કરવા સૂચના અપાઈ છે.

વાવાઝોડાની સંભાવનાને લઈને કલેક્ટર અશોકભાઈ શર્માના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી આ મિટિંગ માં જણાવેલ કે ફિસિંગમાં  ગયેલ તમામ ફિસિંગ બોટોને કાંઠે પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે.તેમજ દરિયાકાંઠા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

(7:18 pm IST)