Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

માળિયા હાઈવે પર રાહદારી મહિલાનું ટ્રકની ઠોકરે મોત થયાની ફરિયાદ

મોરબી : માળિયા હાઈવે પર રાહદારી વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરતી હોય દરમિયાન ટ્રક કન્ટેનર ચાલકે મહિલાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું મોત થયું હતું
હાલ સરાના રહેવાસી સલીમભાઈ ઉમરભાઈ મોવર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માળિયા કચ્છ હાઈવે પર વિશાલા હોટલ સામેથી ફાતમાંબેન ઉમરભાઈ મોવર (ઉ.વ.૬૦) નામની વૃદ્ધ મહિલા ચાલીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે કન્ટેનર ટ્રક જીજે ૧૨ બીડબલ્યુ ૬૩૬૪ ના ચાલકે મહિલાને હડફેટે લઈને પાડી દેતા ગંભીર ઈજા થતા મહિલાનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(7:31 pm IST)