Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર છરી વડે હુમલો કરાયો

કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હોય ત્યારે બે બાઈકમાં આવેલ છ શખ્શોએ કેતન વિલપરા પર છરીથી હુમલો કર્યો

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર ગત રાત્રીના છ શખ્શોએ અચાનક હુમલો કરી દીધો હતો અને છરી વડે હાથમાં ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી
મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય તરીકે કાર્યરત કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતરાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હોય ત્યારે બે બાઈકમાં આવેલ છ શખ્શોએ કેતન વિલપરા પર છરીથી હુમલો કરી દીધો હતો અને કેતનભાઈને હાથની આંગળીમાં ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર લીધી હતી અગાઉના મનદુઃખ નો ખાર રાખી પૂર્વ પાલિકા પ્રમુખ પર હુમલો કરાયો હોવાની માહિતી મળી છે તો પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવી છે

(7:53 pm IST)